કિરણસિંહ ગોહિલ, સુરત: સુરતના ઓલપાડમાં આજે મોટી દુર્ઘટના ઘટી. વહેલી સવારે રાંધણ ગેસના સિલિન્ડર ભરેલી બસ અને શાળાની બસમાં ટક્કર થઈ અને ત્યારબાદ ભીષણ ધડાકા સાથે આગ લાગી હતી. ત્યારબાદ ટ્રકમાના સિલિન્ડર હવામાં ઉછળ્યા અને ધડાકાભેર ફૂટ્યા હતાં. અવાજ એટલો મોટો હતો કે  આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. આગની જાણ થતા જ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી. આગ લાગતા ટ્રકમાં રહેલા સિલિન્ડર વારાફરતી બ્લાસ્ટ થયા હતાં. રાહતની વાત એ હતી કે આ બસના 20થી વધુ બાળકોને બચાવી લેવાયા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાવની વિગત એવી છે કે સુરતના ઓલપાડના માસમા ગામે મોટી દુર્ઘટના થઈ. આજે વહેલી સવારે રાંધણ ગેસના સિલિન્ડર ભરીને જઈ રહેલી ટ્રક સાથે સામાન્ય ટકરાતા ગાડી પલટી મારી ગઈ.  મળતી માહિતી મુજબ આ ઘટના આજે સવારે આશરે સાડા છ વાગ્યે ઓલપાડ રોડ પર બની હતી. ઓલપાડના માસમા ગામે ગેસના બાટલા લઈને જતી ઈન્ડિયન ઓઈલની ટ્રક સાથે અન્ય ટ્રકની ટક્કર થતા ગાડી પલટી ખાઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ બસ સાથે સિલિન્ડરો ભરેલી ટ્રકનું ટાયર અથડાયું હતું અને ત્યારબાદ એન્જિનમાં આગ લાગી હતી. ત્યારબાદ તો આગની લપેટોમાં સિલિન્ડરો આવતા વિસ્ફોટ થવાના શરૂ થઈ ગયાં. જોત જોતામાં તો આખી ટ્રક આગની જ્વાળાઓમાં હોમાઈ ગયો. તે જ સમયે ત્યાંથી રેડિયન્ટ સ્કૂલની બસ પસાર થઈ રહી હતી જે આગના લપેટામાં આવી ગઈ. બસ ભડભડ સળગી ઉઠી. જો કે રાહતની વાત એ રહી કે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બસના તમામ બાળકોને રેસ્ક્યુ કરી લેવાયા.


વધુ વિગતો માટે જુઓ વીડિયો...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube