)
Surat Police: સુરત રેલવે પોલીસે પોક્સો એક્ટ હેઠળના એક ગંભીર ગુનામાં ફરાર આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડયો છે. આ આરોપીએ મૂળ સોનગઢની એક 13 વર્ષીય સગીરા સાથે રેલવે સ્ટેશન નજીક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.
આરોપીની ઓળખ રવિશંકર ઉર્ફે નિતેશ (ઉંમર આશરે 20 વર્ષ) તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાનો રહેવાસી છે અને વ્યવસાયે કલરકામ કરે છે. ભોગ બનનાર કિશોરીએ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને જણાવ્યું કે, આરોપી રવિશંકરે જુલાઈથી ઓગસ્ટ મહિના દરમિયાન રેલવે સ્ટેશન પાસે પોસ્ટ ઓફિસ નજીક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
કિશોરી મૂળ સોનગઢની રહેવાસી છે. તેના માતા-પિતા સાથે કોઈ બાબતે મનદુઃખ થતાં અને ઠપકો મળતાં તે ભાગીને સુરત આવી ગઈ હતી. અહીં તે છૂટક મજૂરીકામ કરતી હતી, અને આરોપી રવિશંકર પણ ત્યાં જ છૂટક મજૂરી કરતો હોવાથી બંનેનો પરિચય થયો હતો. આ પરિચય રેલવે સ્ટેશન નજીક થયો હતો. આ ગુના બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસથી બચવા માટે નંદુરબાર અને અન્ય જગ્યાએ છુપાઈ રહ્યો હતો. તેને પકડવામાં પોલીસને ભારે મુશ્કેલી હતી, અને આરોપી રવિશંકર પણ ત્યાં જ છૂટક મજૂરી કરતો હોવાથી બંનેનો પરિચય થયો હતો.
આ પરિચય રેલવે સ્ટેશન નજીક થયો હતો. આ ગુના બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસથી બચવા માટે નંદુરબાર અને અન્ય જગ્યાએ છુપાઈ રહ્યો હતો. તેને પકડવામાં પોલીસને ભારે મુશ્કેલી પડી રહી હતી.આરોપીને ઝડપી પાડવા માટે સુરત રેલવે પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કર્યો હતો.
15 સપ્ટેમ્બર, 2025ના રોજ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ અને LCBની ટીમને આરોપી અંગે ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે આરોપી રવિશંકરને દબોચી લેવામાં આવ્યો હતો. ધરપકડ બાદ આરોપીને સુરત લાવવામાં આવ્યો છે અને તેની સામે પોક્સો એક્ટની કલમ-4 અને 6 હેઠળ નોંધાયેલા કેસમાં કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.