Surat News: માતાની નજર સામે જ સુરતમાં વ્હાલસોયો દીકરો કચડાયો! સૂતેલા બાળકને ઉંઘમાં જ આવ્યું કરૂણ મોત, પરિવાર શોકમાં

Latest surat news: સુરતમાં અકસ્માતોની સંખ્યામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે. ત્યારે સચિન સચિન GIDC વિસ્તારમાં રોડ નંબર 13 પર અકસ્માત સર્જાયો હતો. જેમાં કંપનીના ગેટ પર સૂતેલા અઢી વર્ષના બાળક પર ટેમ્પો ફરી વળ્યો હતો. 

Surat News: માતાની નજર સામે જ સુરતમાં વ્હાલસોયો દીકરો કચડાયો! સૂતેલા બાળકને ઉંઘમાં જ આવ્યું કરૂણ મોત, પરિવાર શોકમાં

પ્રશાંત ઢીવરે/સુરત: સચિનમાં માતાની નજર સામે જ ટેમ્પો ચાલકે બાળકને કચડી નાખ્યો છે. સચિન હોજીવાલામ માતા પેપર કટીંગનું કામ કરી રહી હતી. કામ કરી રહેલ માતા આરતી પાલનો 2 વર્ષીય રોહિત પાલ નામનો પુત્ર બાજુમાં સૂતો હતો. કંપનીનો જ ટેમ્પો ચાલકે માતાની નજર સામે જ બાળકને કચડી નાખ્યો હતો. બાળકને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા તબીબે મૃતક જાહેર કર્યો હતો. અચાનક અકસ્માની ઘટનામાં બાળકનું મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન થઈ ગયો છે.સચિન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

સુરત શહેરના સચિન ચાર રસ્તા પાસે આવેલ સાઈનાથ રહેતા પુષ્પેન્દ્ર પાલ સચિનમાં કંપનીમાં નોકરી કરે છે.તેવો મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે.પુષ્પેન્દ્ર પાલ સાઈનાથમાં પત્ની અને બે પુત્ર સાથે રહે છે.પત્ની સંગીતા પાલ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા સચિનના હોજીવાલા ખાતે પેપર કટિંગનું કામ કરે છે.ગત રોજ સંગીતા તેનો 2 વર્ષનો મોટો પુત્ર રોહિતને કામ પર સાથે લઈ ગઈ હતી. કામ પર અન્ય મહિલાઓ પણ તેમના બાળકોને સાથે લઈને આવી હતી. દરમિયાન બાળકને ઊંઘ લાગતા કામ કરી રહેલ માતાએ ત્યાં નજીકમાં જ બાળકને સુવડાવી દીધો હતો. માતા ફરી પેપર કટિંગ ન કામમાં લાગી ગઈ હતી. 

દરમિયાન અચાનક કંપનીનો ટેમ્પો ચાલકે નીચે સૂવી રહેલ બાળકને માતાની નજર સામે જ કચડી નાખ્યો હતો. બાળકને કચડી નાખવાની સાથે જ માતા બૂમાબૂમ કરવા લાગી હતી તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા.બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ બાળકને સારવાર મળે તે પહેલા જ તબીબે મૃતક જાહેર કર્યો હતો.બાળકને તબીબે મૃતક જાહેર કરતા પરિવાર શોકમાં મગ્ન થઈ ગયા છે. ટેમ્પો ચાલક વિરુદ્ધ પરિવારે કડક કાર્યવાહીની માંગ કરી છે. 

મૃતક બાળકની માતા સંગીતા પાલે જણાવ્યું હતું કે કામ પર મારા બાળકને સાથે લઈ ગઈ હતી. અન્ય મહિલાઓ પણ તેમના બાળકોને રોજે લઈને આવે છે. અને મારો બાળક અન્ય એક બાળક સાથે નીચે સૂવી રહ્યો હતો. તે દરમિયાન જ અમારો કંપનીનો જ ટેમ્પો લઈ ચાલક આવી પહોંચ્યો હતો અને બાળકને કચડી નાખ્યો હતો. મેં ટેમ્પો ચાલકને બૂમો પણ પાડી હતી. પરંતુ ટેમ્પો ચાલાકે બાળકને કચરી નાખ્યો હતો બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ લઈ આવી પહોંચ્યા હતા. પરંતુ તબીબો એ બાળકને મૃતક જાહેર કર્યો હતો. ટેમ્પો ચાલકને ખબર હોય છે કે અહીં નાના બાળકો સુતા હોય છે. તેમ છતાં તેને ટેમ્પો બાળકને કચડી નાખ્યો છે.

વધુમાં મૃતક બાળકના કાકાએ જણાવ્યું હતું કે મારી ભાભી બાળકને લઈને કામ પર ગઈ હતી. ત્યાં જ બાજુમાં બાળક સૂતો હતો. ટેમ્પો ચાલક ટેમ્પોના બંને કાચ બંધ કરી ગીત વગાડતો આવી રહ્યો હતો. તેને લોકોએ બૂમો પણ પાડી હતી, પરંતુ ગીત વગાડતો હોવાથી તેને અવાજ સંભળાવ્યો ન હતો જેથી તેને બાળકને કચડી નાખ્યો હતો. બાળકનું મોત થયું છે. આ ચાલકની ભૂલ છે. ટેમ્પો ચાલક કંપનીનો જ મેનેજર છે. તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. હાલ તો આ મામલે સચિન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news