સુરત : શહેરના અમરોલી વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવક સાથે પ્રેમ કરવો પડ્યો હતો. જો કે યુવાને સગીરાને લગ્નની લાલચ આપીને તેનો ઉપભોગ કર્યો હતો. યુવતીને લગ્નની લાલચ આપીને યુવતીને પોતાના મામાના ઘરે ભગાડી ગયો હતો. ત્યાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જો કે સગીરા સુરત આવીને પોતાના પરિવારને સમગ્ર માહિતી આપતા પરિવારનાં પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી સગીરાને તેના ઘર નજીક રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કેઆ યુવક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને સુરતથી ભગાડી ગયો હતો. સગીરાને ભગાડી તે એમપીમાં રહેતા પોતોના મામાના ઘરે લઇ ગયો હતો. 


સગીરાને પ્રેમ સંબંધ અને લગ્નની લાલચ આપીને તેની મરજી વિરુદ્ધ યુવાને બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આખરે સગીરા યુવક સાથે સુરત પરત ફરી હતી. પોતાના પરિવારને ઘટના અંગે જાણ થતા પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ઘટના અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube