ગુજરાતી ન્યૂઝGujaratસુરતમાં બંધ હોટલમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, પોલીસે ચાર વિદેશી યુવતીને મુક્ત કરાવી, બે આરોપી ઝડપાયા

સુરતમાં બંધ હોટલમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, પોલીસે ચાર વિદેશી યુવતીને મુક્ત કરાવી, બે આરોપી ઝડપાયા

હોટલ અને સ્પાના આડમાં થઈ રહેલા ગોરખધંધાઓ પર પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. સુરતમાં એક બંધ હોટલમાં ચાલી રહેલા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

સુરતમાં બંધ હોટલમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, પોલીસે ચાર વિદેશી યુવતીને મુક્ત કરાવી, બે આરોપી ઝડપાયા

સુરતઃ સુરતના જહાંગીરપુરામાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. બંધ હોટલમાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતના જહાંગીરપુરામાં આવેલી હોટલમાં બંધનું પાટિયું મારી અંદર સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. વોટ્સએપ દ્વારા ગ્રાહકોનો સંપર્ક કરવામાં આવતો હતો. પોલીસે આ બંધ હોટલમાં દરોડા પાડી ચાર વિદેશી યુવતીઓને મુક્ત કરાવી હતી.

બંધ હોટલમાં ગોરખધંધા
સુરતના જહાંગીરપુરા એક બંધ હોટલમાં આ સેક્સ રેકેટ ચાલી રહ્યું હતું. પોલીસને જાણ થતાં અહીં દરોડા પાડવામાં આવ્યા હતા. હોટલમાં વોટ્સએપના માધ્યમથી ગ્રાહકોનો સંપર્ક કરી બોલાવવામાં આવતા હતા. પોલીસના દરોડા દરમિયાન ત્યાંથી વિદેશી યુવતીઓ પણ મળી આવી હતી. પોલીસની રેડ દરમિયાન એક વ્યક્તિ દોરડું બાંધી ચોથા માળેથી ભાગી ગયો હતો. પોલીસ દ્વારા બે ઈસમોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Add Zee News as a Preferred Source

પોલીસે પાડ્યા દરોડા
પ્રાપ્ત વિગત અનુસાર સુરતના જહાંગીરપુરામાં આવેલી એક બંધ હોટલમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. ત્યારબાદ પોલીસે અહીં દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડામાં વિદેશી યુવતીઓ સહિત ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news