ગ્રીન એનર્જીના નામે કરોડોનો ધુમાડો! EV ચાર્જિંગ સ્ટેશનો બન્યા અસામાજિક તત્વોનો અડ્ડો અને કપડાં સુકવવાનું સ્ટેન્ડ
Surat News: ગ્રીન એનર્જીને પ્રમોટ કરવાના નામે સુરત મહાનગરપાલિકાએ કરોડોનો ખર્ચ કરી EV ચાર્જિંગ સ્ટેશન્સ ઉભા કર્યા, પરંતુ આજે તે ખંડેર બનીને તંત્રની ઘોર બેદરકારીને ઉજાગર કરી રહ્યા છે. ન માત્ર ખંડેર બન્યા, પરંતુ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે. દારૂની બોટલો જ્યાં ત્યાં પડી છે અને એક પણ ચાર્જિંગ સ્ટેશનથી ચાર્જિંગ થઈ રહ્યું નથી.
Trending Photos
)

આને ગ્રીન એનર્જીનું પ્રમોશન કહેવાય?
સુરતમાં તંત્રની ઘોર નિષ્ફળતા અને બેદરકારી સામે આવી છે. ગ્રીન એનર્જી, પર્યાવરણ બચાવવાની મોટી મોટી વાતો, હકીકત સંપૂર્ણપણે અલગ જ જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકાની ગ્રીન પોલિસી આજે ધૂળ ખાઈ રહી છે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા લાખો રૂપિયાનાં ખર્ચે ઉભા કરાયેલા EV ચાર્જિંગ સ્ટેશન, આજે ખંડેર બની ચૂક્યા છે. મશીનો ચાલુ જ થતા નથી. સ્ક્રીન પર સતત એરર આવી રહી છે. એક પણ વાહન ચાર્જ થતું નથી.
ખંડેર બન્યા ચાર્જિંગ સ્ટેશન
શહેરીજનોની સુવિધા માટે બનાવાયેલા સ્ટેશન, આજે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે. ક્યાંક દારૂની ખાલી બોટલો, તો ક્યાંક ગંદકી અને ઝાડી-ઝાંખરીનો ભરડો. સુરક્ષા માટે લગાવેલા ફાયર સાધનો, પણ એ પણ આઉટ ઓફ ડેટ. ભંગાર જેવી હાલત. જો અહીં આગનો બનાવ બને તો જવાબદારી કોની?
જોખમ અહીં અટકતું નથી, ચાર્જિંગ સ્ટેશનની બાજુમાં જ ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં દુકાનો ધમધમે છે. આગ લાગે તો વિનાશ નક્કી, પણ તંત્ર આંખ મીંચીને બેઠું છે. સ્થિતિ એટલી વિકટ છે, કે લોકો અહીં કપડા સુકવે છે.
કરોડોના ખર્ચે કરેલી તંત્રની ઘોર બેદરકારી?
EV ચાર્જિંગ સ્ટેશન, હવે કપડા સુકવવાનું સ્ટેન્ડ બની ગયું છે. તો આને ગ્રીન એનર્જીનું પ્રમોશન કહેવાય? કે કરોડોના ખર્ચે કરેલી તંત્રની ઘોર બેદરકારી?સુરત મહાનગરપાલિકાની આ કેટલી મોટી નિષ્ફળતા અને શહેરીજનો માટે કેટલું મોટું જોખમ. તંત્ર કોઈ મોટી દુર્ઘટના બાદ જાગશે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે