)
Surat News : ગરબા આયોજનમાં હીન્દી ગીત પર મહિલાએ રીલ્સ બનાવતા વિવાદ થયો છે. ગરબામાં લૈલા ઓ લૈલા ગીત પર મહિલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે બનાવેલી રીલ્સ વાયરલ થઈ હતી. જેના બાદ બજરંગ દળના કાર્યકરો ગરબા સ્થળે પહોંચ્યા હતા અને આયોજકોને ગરબામાં હિન્દી ફિલ્મના ગીતો ન વગાડવા સૂચના અપાઈ.
સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીના ગરબામાં એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે નવરાત્રિના ગરબાના સ્થળે ‘લેલા ઓ લેલા’ હિન્દી ફિલ્મ સોંગ પર રીલ્સ બનાવીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. આ રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ તેનો સખત વિરોધ કર્યો હતો. બજરંગ દળના કાર્યકરોને આ વીડિયોની જાણ થતાં તેઓ ગ્રીન સિટી પહોંચ્યા હતા અને સોસાયટીના આયોજકો સાથે વાત કરીને આ કૃત્ય સામે વાંધો ઉઠાવ્યો હતો.
તેમણે આયોજકોને ભવિષ્યમાં નવરાત્રિ દરમિયાન આવા હિન્દી ફિલ્મના ગીતો ન વગાડવા માટે અને લોકોની ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે સૂચના આપી હતી.
આમ, વડોદરા, રાજકોટ બાદ હવે સુરતથી વિવાદ સામે આવ્યો છે. સુરતમાં ગરબામાં હિન્દી ફિલ્મના ગીત પર રીલ બનાવાતા વિવાદ સર્જાયો છે. ગરબામાં લૈલા ઓ લૈલા ગીત પર રીલ બનાવતા લોકો ભડક્યા હતા.
ગરબામાં થતી અશ્લિલતાથી ખેલૈયામાં રોષ ફેલાયો છે. આ વિશે ખેલૈયાઓએ કહ્યું કે, કેટલાક લોકોના કારણે વાતાવરણ બગડે છે. ગરબામાં અશ્લીલ હરક્ત ન કરવી જોઈએ. આરાધનાના પર્વમાં આવી હરકત અશોભનિય છે. ગરબામાં થતી અશ્લિલ હરકતો નિંદાને પાત્ર છે. આપણી સંસ્કૃતિને જાળવી રાખવી આપણી ફરજ છે.