સુરત: ઉધનામાં ખેલાયો ખૂની ખેલ, ધોરણ 12ના વિદ્યાર્થીની ચાકૂના ઘા ઝીંકી કરણપીણ હત્યા

ગુજરાતના સુરત શહેરના ઉધના વિસ્તારમાં શુક્રવારે ખૂની ખેલ ખેલાયો. જેમાં ધોરણ 12ના વિદ્યાર્થીની ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

Updated By: Feb 8, 2020, 08:33 AM IST
સુરત: ઉધનામાં ખેલાયો ખૂની ખેલ, ધોરણ 12ના વિદ્યાર્થીની ચાકૂના ઘા ઝીંકી કરણપીણ હત્યા

તેજશ મોદી, અમદાવાદ: ગુજરાતના સુરત શહેરના ઉધના વિસ્તારમાં શુક્રવારે ખૂની ખેલ ખેલાયો. જેમાં ધોરણ 12ના વિદ્યાર્થીની ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ ઉધનાના વિષ્ણુ નગર ખાતે આ ખૂની ખેલાયો. વિષ્ણુનગર ગેટ નંબર 2 પાસે આ ઘટના ઘટી જેમાં રોહિત દશરથ બાવિસ્કર નામના યુવકની ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી. રોહિત ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. થ્રીજી એન્જિનિયરિંગ એન્ડ સ્ટેનોગ્રાફી ક્લાસિસમાં તે ગયો હતો. ટ્યૂશનમાંથી છૂટીને પાછા ફરતી વખતે રોહિત પર ચાકૂથી હુમલો કરાયો. ઘાયલ રોહિતને તરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. 

જુઓ LIVE TV

ઉધના અને પાંડેસરા પોલીસને ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉધના પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube