સાવકા બાપની કરતૂત 12 વર્ષ બાદ સામે આવી, એકવારથી હવસ ન સંતોષાતા બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું

Surat Rape Case : સાવકા પિતાએ જ 15 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યો... વીડિયો ઉતારી 12 વર્ષ સુધી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું, પિતાના ત્રાસથી કંટાળી આખરે દીકરીની પોલીસ ફરિયાદ

સાવકા બાપની કરતૂત 12 વર્ષ બાદ સામે આવી, એકવારથી હવસ ન સંતોષાતા બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું

Surat News ચેતન પટેલ/સુરત : સુરતના મોટા વરાછામાં સાવકા બાપે જ દીકરી પર બળાત્કાર ગુજારવાની ઘટના બની છે. સાવકા બાપની કરતૂત સામે 12 વર્ષ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. યુવતી 12 વર્ષથી તાબે ન થતા સાવકો બાપ અવારનવાર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરી માનસિક ત્રાસ આપતો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા સાવકા બાપે જ તેની દીકરી પર દાનત બગાડી હતી. સાવકા બાપે દીકરી પર ૧૨ વર્ષ પહેલા દાનત બગાડી એકલતાનો લાભ લઈ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે ત્યારબાદ સાવકાબાપે અનેકવાર પ્રયાસ કર્યો હતો, પરંતુ કિશોરી તાબે થઈ ન હતી. છેલ્લા 12 વર્ષના સમયગાળા દરમિયાન પણ અવારનવાર સાવકા બાપે તેને ફોટા અને વિડીયોના આધારે બ્લેક મેઈલ કરવાની કોશિશ કરી શારીરિક સંબંધો બાંધવા માટે દબાણ કર્યું હતું. પરંતુ યુવતી તાબે થઈ ન હતી. પરંતુ ૧૨ વર્ષથી સતત માનસિક રીતે દબાણ આપવાનું ચાલુ રાખતા ગતરોજ બનનાર યુવતીએ સાવ કા બાપ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે શહેરના મોટા વરાછા વિસ્તારમાં નંદ બંગલોઝની પાસે રહેતી કિશોરીના પિતા નાની ઉંમરમાં જ અવસાન પામ્યા હતા. જેથી તેની માતાના સાસરીયા પક્ષોએ સંબંધી યુવક સાથે લગ્ન કરાવી આપ્યા હતા. ત્યારબાદ કિશોરી તેની જનેતા અને સાવકા પિતા સાથે મોટા વરાછા વિસ્તારમાં રહેતા હતા. બાર વર્ષ પહેલા સાવકા પિતાએ કિશોરી દીકરી પર દાનત બગાડી હતી અને કિશોરીની એકલતાનો લાભ લઈ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારીયો હતો. 

આ સમયે સાવકા બાપે શારીરિક સંબંધ બાંધતો હોય તેવો વીડિયો પણ ઉતારી લીધો હતો. જો કે ત્યારબાદ અવારનવાર છેલ્લા ૧૨ વર્ષથી સાવકો બાપ તેની દીકરીને હેરાન પરેશાન કરતો હતો અને શારીરિક સંબંધ બાંધવા માટે માંગણી કરતો હતો. પરંતુ દીકરી સાવકા બાપને તાબે થઈ ન હતી. તેમ છતાં પણ સાવ કો બાપ છેલ્લા ૧૨ વર્ષથી શારીરિક સંબંધનો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી તેને બદનામ કરવાની ધમકી આપી અને માનસિક રીતે હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ તેમ છતાં યુવતી પિતાના સાવ કા પિતાના તાબે થઈ ન હતી. જેથી આખરે સાવકા બાપના આશીર્વાદને કારણે કંટાળીને ગતરોજ યુવતીએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેના બાપ સામે બળાત્કાર ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news