ગુજરાતી ન્યૂઝGujarat11 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગયેલી સુરતની શિક્ષિકા મળી આવી, કર્યો મોટો ખુલાસો

11 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગયેલી સુરતની શિક્ષિકા મળી આવી, કર્યો મોટો ખુલાસો

Student Teacher Love : વિદ્યાર્થી સાથે ભાગી ગયેલી સુરતની શિક્ષિકા મળી આવી... શામળાજી બોર્ડર પરથી બંને મળ્યા... પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો  
 

11 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગયેલી સુરતની શિક્ષિકા મળી આવી, કર્યો મોટો ખુલાસો

Surat Love Story : સુરત શહેરની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને લઈ જવાનો મુદ્દો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. ત્યારે વિદ્યાર્થી સાથે ભાગી ગયેલી શિક્ષિકા મળી આવી છે. શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા છે. 

શિક્ષિકા અને વિદ્યાર્થી બંને એકસાથે ગુમ હતા
બે દિવસ પહેલા સુરતના પુણા વિસ્તારમાં એક જ સ્થળે રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા. જેમાં 11 વર્ષના કિશોરના પિતાએ પોલીસ ફરિયાદ કરી કે, તેમના પાંચમા ધોરણમાં ભણતો દીકરો ગાયબ છે. તે 25 એપ્રિલના રોજ ઘરની બહાર રમવા ગયો હતો, તેના બાદથી ઘરે આવ્યો નથી. તેનું અપહરણ કરાયા હોવાની શંકા છે. ત્યારે આ મામલે સુરત પોલીસે તપાસ કરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા કિશોર તેની શાળાની શિક્ષિકા સાથે જતો દેખાયો હતો. કિશોરની શાળાની શિક્ષિકાની ઉંમર 23 વર્ષની છે. જે તેને ટ્યુશન ક્લાસ પણ કરાવે છે. 

Add Zee News as a Preferred Source

ટ્રેનમાં બેસીની જતા દેખાયા હતા 
પોલીસે તપાસ કરતા બંને છેલ્લે સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને જતા દેખાય છે. શિક્ષિકાએ સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દીધો હતો. જેના બાદ તે ટ્રેનમાં કિશોરને લઈને રવાના થઈ ગઈ હતી. તેના બાદ બંને પરિવારના લોકો શિક્ષિકા અને કિશોરની શોધ કરી રહ્યાં હતા. 

કંટાળી ગયા હોવાથી ફરવા ગયા
ગુજરાત રાજસ્થાનની શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા અને વિદ્યાર્થી બંને મળી આવ્યા છે. જેના બાદ બંનેને પુણા પોલીસ સુરત લઈ આવવા રવાના થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, શિક્ષિકા અને વિદ્યાર્થી બંને કંટાળી ગયા હોવાથી બહાર ફરવાનો પ્લાન બનાવ્યો હતો. એટલે બંને જણા પરિવારને જાણ કર્યા વગર ફરવા નીકળી ગયા હતા. શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ સબંધ છે કે કેમ એ પ્રશ્ન ઉદભવ્યો છે. પુણા પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે.

શિક્ષિકાએ ઓનલાઈન ટુર પેકેજ બુક કરાવ્યું
પોલીસે તપાસમાં સામે આવ્યું કે, શિક્ષિકાએ મેક માય ટ્રીપથી ઓનલાઈન ટુર પેકેજ બુક કર્યું છે. શિક્ષિકા ઘરેથી કપડા ભરેલી બેગ લઈને નીકળી હતી. પરંતું બાળક પાસે કોઈ પ્રકારનો સામાન દેખાતો ન હતો. એક દિવસ પહેલાં પણ આ શિક્ષિકા બેગ લઈને જતી દેખાઈ હતી. બીજાં દિવસે બાળકને પણ લઈ ગઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news