સુરતના મહિલા RFO કારમાં ગોળી મારેલી હાલતમાં મળ્યા, ગોળી વાગી કે ગોળી મારવામાં તે મોટું રહસ્ય
Surat RFO Suicide Attempt : સુરતના મહિલા RFOને માથામાં ગોળી વાગી. લોહીલુહાણ હાલતમાં કારમાંથી મળ્યા, RTO ઓફિસર પતિ સાથે ચાલી રહ્યો છે વિવાદ; બે દિવસ પહેલા કારમાંથી GPS ડિવાઈસ મળ્યું હતું
Trending Photos
)
Surat News સંદીપ વસાવા/સુરત : સુરત જિલ્લામાં વન વિભાગના અધિકારી RFO સોનલબેન સોલંકીને ગોળી વાગી છે. આ ઘટના કામરેજ-જોખા રોડ પર બની હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, RFO સોનલબેનને કયા સંજોગોમાં ગોળી વાગી તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ગોળી કઈ રીતે વાગી તે રહસ્ય અકબંધ છે અને તેને લઈને શંકા સેવાઈ રહી છે.
મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલને ઇજાગ્રસ્ત હાલતમાં તેમના ભાઈ દ્વારા પી.પી. સવાણી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સ્ક્રીનિંગ દરમિયાન ડોક્ટરોને જાણ થઈ કે RFO સોનલના મગજમાં બુલેટ વાગી છે, જેને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી છે. ગોળી વાગવાના ગંભીર ઇજાને કારણે હાલમાં મહિલા અધિકારી કોમામાં છે અને તેમની હાલત નાજુક છે.
આ ઘટના પાછળનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે, કારણ કે માત્ર બે દિવસ પહેલાં જ RFO સોનલે કામરેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેમની ગાડીમાં જીપીએસ લગાવવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, હોસ્પિટલમાં સ્ક્રીનિંગ દરમિયાન ડોક્ટરોને જાણ થઈ કે RFO સોનલના મગજમાં બુલેટ વાગી છે, જેને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી છે. ગોળી વાગવાના ગંભીર ઇજાને કારણે હાલમાં મહિલા અધિકારી કોમામાં છે અને તેમની હાલત નાજુક છે. આ ઘટના પાછળનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે, કારણ કે માત્ર બે દિવસ પહેલાં જ RFO સોનલે કામરેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ તેમની ગાડીમાં જીપીએસ લગાવવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે અંગત જાસૂસી તરફ ઈશારો કરે છે.
સુરત જિલ્લા SP રાજેશ ગઢીયા સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે સવારે કામરેજ પોલીસ સ્ટેશનને વર્ધી મળી હતી કે કામરેજ જોખાવાવ રોડ પર એક કાર ઝાડ સાથે ટેકરાઈ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાંથી RFO સોનલબેન સોલંકીને હોસ્પિટલ ખસેડ્યા હતા. ડોક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે તેમને કાંઈ શંકાસ્પદ જણાતા તેમના માથામાંથી બુલેટ કાઢવામાં આવી છે. ડોક્ટરે પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. હાલ જગ્યા પર FSL ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે હકીકતમાં ઘટના શું બની છે. બે દિવસ પહેલા સોનલબેને કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની કારમાંથી એક GPS ટ્રેકર ચાલુ હાલતમાં મળી આવ્યું હતું. આ ફરિયાદમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે તેમના પતિ અને પતિના પરિવાર સાથે કૌટુંબિક તકરાર અંગે વિવિધ કોર્ટોમાં કેસ ચાલું છે. અનેક વાર સોનલબેનને ધાક-ધમકીઓ પણ આપી છે. આ કોઈ દ્વારા તેમનું લોકેશન જાણવા માટે આ GPS ટ્રેકર ડિવાઈઝ લગાડેલું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














