)
Surat News : સુરત સિવિલ હોસ્પિટલમાં ચોંકાવનારી ઘટના બની હતી. લગ્નના 8 વર્ષ બાદ એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો, અને મહિલાએ બાળકને જન્મ આપીને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.
સુરત શહેરના સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિની સારવાર કરવા આવેલી મહિલાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મોરા ગામમાં રહેતી મહિલાએ આપઘાત કર્યો છે. મહિલાએ લગ્નના 8 વર્ષ બાદ બાળકને જન્મ આપ્યો હતો. બાળકની સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં સારવાર ચાલી રહી છે. આ વચ્ચે માતાએ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
યુવતી બાળકની ડિલિવરી માટે 10 દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ થઈ હતી. બાળકના જન્મ બાદ મહિલા અચાનક હોસ્પિટલ વોર્ડમાંથી ગાયબ થઈ જતા પરિવાર શોધી રહ્યા હતા. મહિલાના ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં મગ્ન બન્યો છે.