સુરતની કંપનીએ એવા માસ્ક બનાવ્યા, જેને વરસાદ પણ ભીંજવી નહિ શકે

કોરોના મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત બની ગયું છે. પરંતુ લોકો માટે સૌથી મોટી સમસ્યા હતી કે ચોમાસા દરમ્યાન તેમનું આ માસ્ક ભીનું થઈ જતું હતું. પરંતુ વોકલથી લોકલને પ્રમોટ કરવા સુરતની એક પ્રાઇવેટ કંપનીએ એક એવા માસ્ક તૈયાર કર્યા છે કે જેને વરસાદના પાણી પણ ભીંજાવી ન શકે. આ ખાસ માસ્ક વોટરપ્રુફ માસ્ક માત્ર પાણીથી જ નહિ, પરંતુ ઓઇલ અને લોહી જેવા અન્ય દ્રવ્યોથી પણ ખરાબ થતું નથી. આ ખાસ એન્ટીવાયરસ, એન્ટી બેક્ટેરિયલ વોટરપ્રુફ માસ્કની ડિમાન્ડ હાલ બજારમાં જોવા મળી રહી છે.

Updated By: Jun 19, 2020, 07:44 AM IST
સુરતની કંપનીએ એવા માસ્ક બનાવ્યા, જેને વરસાદ પણ ભીંજવી નહિ શકે

ચેતન પટેલ/સુરત :કોરોના મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત બની ગયું છે. પરંતુ લોકો માટે સૌથી મોટી સમસ્યા હતી કે ચોમાસા દરમ્યાન તેમનું આ માસ્ક ભીનું થઈ જતું હતું. પરંતુ વોકલથી લોકલને પ્રમોટ કરવા સુરતની એક પ્રાઇવેટ કંપનીએ એક એવા માસ્ક તૈયાર કર્યા છે કે જેને વરસાદના પાણી પણ ભીંજાવી ન શકે. આ ખાસ માસ્ક વોટરપ્રુફ માસ્ક માત્ર પાણીથી જ નહિ, પરંતુ ઓઇલ અને લોહી જેવા અન્ય દ્રવ્યોથી પણ ખરાબ થતું નથી. આ ખાસ એન્ટીવાયરસ, એન્ટી બેક્ટેરિયલ વોટરપ્રુફ માસ્કની ડિમાન્ડ હાલ બજારમાં જોવા મળી રહી છે.

Live : ગુજરાતમાં આજે રાજ્યસભાની ચૂંટણીનો રસાકસીભર્યો જંગ, 9 વાગ્યે શરૂ થશે મતદાન

કોરોના સંક્રમણથી બચવા માસ્ક પહેરનાર લોકો માટે સૌથી વધુ મુશ્કેલીઓ ચોમાસામાં ઉભી થઇ રહી છે. ઘરથી નીકળતી વેળાએ જ્યારે લોકો માસ્ક પહેરે તો વરસાદના કારણે ભીનું થઈ જાય છે. આ મુશકેલીનું નિરાકરણ સુરતની એક કંપનીએ લાવ્યું છે. કે જેણે વિશ્વનું પ્રથમ એન્ટી બાયોટીક અને હાઈજેનિક વોટરપ્રુફ માસ્ક બનાવ્યું છે. આ વોટરપ્રુફ માસ્કમાં સહેલાઇથી શ્વાસ લઈ શકાય છે. આ માસ્ક એટલા માટે ખાસ છે કારણ કે આ પહેર્યા પછી માસ્ક પર પાણીની અસર થતી નથી. 

સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદથી બચવા વ્યક્તિઓ રેઈનકોર્ટ અથવા છત્રીનો ઉપયોગ કરી લે છે. પરંતુ જ્યારે માસ્ક પહેરવું ફરજિયાત હોય તો માસ્કને પણ વરસાદના પાણીથી બચાવવું જરૂરી બની જાય છે. જેથી સુરતની એક કંપનીએ ખાસ વોટરફ્રુફ માસ્ક તૈયાર કર્યું છે. આ માસ્કના ડિઝાઇન વિશે કંપનીના સંચાલક વિરલ દાળિયાએ જણાવ્યું કે, આ માસ્કમાં ત્રણ જુદા જુદા લેયર છે. બહારનું પ્રથમ લેયર પાણીથી બચાવે છે. ત્યારબાદ બીજું લેયર સ્પન્જનું છે અને અંદર ત્રીજું લેયર કોટનનું છે. આઠથી દસ જાતના કોટિંગ બાદ આ ફેબરીક તૈયાર કરાયું છે. 

સુરતના વેપારીની એક અનોખી પહેલ, સાડીઓ સાથે આયુષ મંત્રાલયની દવા અને માસ્ક ફ્રીમાં આપ્યા

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ માસ્કની સપાટી સંપૂર્ણ રીતે એન્ટી બેક્ટેરિયલ છે. માસ્ક 150 રૂ સુધીની કિંમત સાથે માર્કેટમાં વહેંચાતા જોવા મળી રહી છે. માસ્ક વોશેબલ હોવાના કારણે 30 દિવસ થી 180 દિવસ સુધી ચાલી શકે છે. તમામ ગુણવત્તા નિર્ધારિત કંપનીઓના સર્ટિફિકેટ લેવામાં આવ્યા છે. લોકલને પ્રમોટ કરવા માટે આ પ્રથમ વોટરપ્રુફ માસ્ક બનાવવામાં આવ્યા છે.

માસ્કને ડિઝાઈન કરનાર નેન્સી બોધવાળાએ જણાવ્યું કે, આ માસ્ક ખાસ ચોમાસા માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ સંપૂર્ણ રીતે બ્રિથેબલ છે. અ માસ્ક ભીંજાતું નથી, જેથી વરસાદમાં લોકોને હેરાનગતિ નહિ થાય. ભારતના લોકો હવે કોરોનાકાળ જેવા કપરા સમયમાં પણ અવસરની શોધ કરવા લાગ્યા છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ આ લોકલ વોટરપ્રુફ માસ્ક છે. ખાસ આ માસ્કના કારણે હવે લોકો વરસાદમાં પણ વિના કોઈ સંકોચે માસ્ક પહેરી ઘરથી બહાર નીકળી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર