)
ચેતન પટેલ, સુરતઃ સુરત શહેરમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. સુરતમાં સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. હોસ્ટેલમાંથી કૂદકો મારી વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું છે. આપઘાત કરનાર વિદ્યાર્થીનું નામ અદ્વેત નાયર હોવાનું સામે આવ્યું છે.
SVNIT માં વિદ્યાર્થીનો આપઘાત
સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. મૂળ કેરળનો અદ્વેત નાયર બીટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અગાઉની પરીક્ષામાં નાપાસ થવાને કારણે ચિંતામુક્ત વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદકો મારી આપઘાત કર્યો છે.
સુરતમાં SVNIT માં અભ્યાસ કરતો અદ્વેત નાયર મૂળ કેરળનો રહેવાસી છે. અગાઉ પરીક્ષામાં નાપાસ થવાને કારણે તે કોલેજમાં ગેરહાજર રહેતો હોવાનું પણ સામે આવ્યું છે. અભ્યાસના ભારને કારણે વિદ્યાર્થીએ આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. હાલ તો સુરત પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.