સુપ્રિમના નિર્ણય બાદ તલાલા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણીનો ઉમેદવાર થશે નક્કી

તાલાલા વિધાનસભાની પેટા ચુંટણીમાં ઉમેદવાર સોમવારે નક્કી થવાની શક્યતાઓ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સૌની નજર રહેલી છે. પરંતુ જો ચુકાદો ભગવાન બારડની તરફેણમાં આવે તો ચુંટણીની કોઈ વાત જ નથી. અને જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો વિરુદ્ધમાં આવે તો પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરાશે.

Updated By: Mar 30, 2019, 11:13 PM IST
 સુપ્રિમના નિર્ણય બાદ તલાલા વિધાનસભા સીટ પર પેટા ચૂંટણીનો ઉમેદવાર થશે નક્કી

હેમલ ભટ્ટ/ગીર સોમનાથ: તાલાલા વિધાનસભાની પેટા ચુંટણીમાં ઉમેદવાર સોમવારે નક્કી થવાની શક્યતાઓ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સૌની નજર રહેલી છે. પરંતુ જો ચુકાદો ભગવાન બારડની તરફેણમાં આવે તો ચુંટણીની કોઈ વાત જ નથી. અને જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો વિરુદ્ધમાં આવે તો પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરાશે.

લોકસભાના કોંગી ઉમેદવાર પુંજા વંશ સામે સોમનાથ વિધાનસભાના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાના વિરોધ બાદ પુંજા વંશએ નિવેદન આપ્યું હતું. પાર્ટી હાઈકમાન્ડે બધાને વિશ્વાસમાં લઇને જ નિર્ણય લીધો છે. તો ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાન બારડે સાફ જણાવી દીધું કે, લોકસભાના ઉમેદવાર પુંજાભાઈ વંશના નામમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ.

અમરેલી: ચૂંટણી સર્વેલન્સ ફ્લાઇંગ સ્કોડની ટીમે કારમાંથી ઝડપ્યા 50 લાખ

મહત્વનું છે કે પુંજા વંશા દ્વારા માહિતી આપાવામાં આવી હતી કે, જો તલાલા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થશે તો તાલાલા પેટા ચુંટણીનો ઉમેદવાર કોંગ્રેસ પરિવારનો જ હશે. ત્યારે એ પણ માહિતી આપવામાં આવી હતી, કે જો તલાલા વિઘાનસભા બેઠક પર જો ચૂંટણી થશે તો કોંગ્રેસના જ ઉમેદવારની જીત થશે.