'મને જેલમાં રાખશો તો હું ગુનેગાર બની જઈશ', જેલમાંથી બહાર આવવા તથ્ય પટેલનો નવો તુક્કો
Tathya Patel Case: રાજ્યમાં ચર્ચાસ્પદ ઇસ્કોન બ્રિજ એક્સિડેન્ટ કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલને લઈ મોટા સમાચાર આવ્યા છે. આરોપી તથ્ય પટેલ ફરી એકવાર જામીન માટે ધમપછાડા કરતો હોવાનું જાણવા મળ્યું છે.
Trending Photos
)
SKCON Bridge: લગભગ એક વર્ષ અગાઉ અમદાવાદનાં SG હાઇવે પર આવેલા ઇસ્કોન બ્રિજ પર રાતના સમયે પૂરપાટ ઝડપે મોંઘદાટ કાર હંકારીને 9 નિર્દોષ લોકોને કચડી નાખનારા આરોપી નબીરા તથ્ય પટેલ ફરી ચર્ચામાં છે.
આરોપી તથ્ય પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વધુ એકવાર રેગ્યુલર જામીન મેળવવા માટે કરેલી અરજીમાં તપાસનીશ અધિકારીએ આરોપી વિલંબના કાનૂની દાવપેચ કરતા હોવાથી એફિડેવિટ કરીને જામીન અરજી ફગાવી દેવા માટે જણાવ્યુ છે. જેમાં કોર્ટે 13 મીના રોજ સુનાવણી માટે રાખી છે.
તપાસનીશ અધિકારીએ મુખ્ય સરકારી વકીલ પ્રવિણ ત્રિવેદી મારફતે એફિડેવિટ કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે આરોપી તથ્ય પટેલ સામે અલગ- અલગ પોલીસ મથકમાં અકસ્માતના બે ગુના નોંધાયેલા છે. આરોપી સામે ત્રીજો ગંભીર અકસ્માતનો ગુનો છે. આમ આરોપી વાંરવાર અકસ્માતની ટેવવાળો છે.
ઉલ્લેખનીય છે કે, 9 નિર્દોષ લોકોને કચડી નાખનારા આરોપી તથ્ય પટેલ દ્વારા નીચલી કોર્ટમાં બે વર્ષ થવા આવ્યા હોવા છતા હજુ સુધી કાનૂની પ્રક્રિયામાં કેસ ઓપન થવા દીધો નથી. બીજી તરફ સુપ્રીમ કોર્ટ સુધી તથ્ય પટેલે રેગ્યુલર જામીન મેળવવા માટે કરેલી અરજી ફગાવી દેવામાં આવી હતી.
જો કે, તથ્ય પટેલને દાદાની અંતિમ વિધિ અને માતાની બીમારીમાં બે વખત ટેમ્પરી જામીન મેળવીને તથ્ય પટેલ જેલમાંથી બહાર આવ્યો હતો. જો કે, માતાના ઓપરેશન માટે તથ્ય પટેલે ટેમ્પરી જામીન મેળવ્યા હોવા છતા ઓપરેશન કરાવ્યું નહોતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














