)
Surat News: સુરત શહેરના જુદા જુદા વિસ્તારોમાં બળાત્કારના બનાવો સામે આવ્યા છે. જેમાં પુણા વિસ્તારમાં રહેતી શિક્ષિકાના ફેસબુક ફ્રેન્ડ શિક્ષકે પોતાની 15 વર્ષીય પુત્રી ઉપર બળાત્કાર કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ફેસબુક ફ્રેન્ડ શિક્ષકે એકલતાનો લાભ લઈને પત્નીથી ખુશ નથી, મરી જવાનો છું, ઈમોશનલ બ્લેકમેઇલ કરી પુત્રીને બ્લૂ ફિલ્મ બતાવી હતી અને ત્યારબાદ ટ્યૂશન શિક્ષકે તેની 15 વર્ષીય તરુણીને પીંખી નાંખી હતી.
દિકરી સાથેની હકીકત સાંભળતા શિક્ષિકાના પગ નીચેથી ધરતી સરકી!
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ભોગ બનેલી સગીરાની માતાને ગત રોજ તેની બહેનપણીનો પુત્ર મળવા આવ્યો હતો અને તેણે શિક્ષિકાને જણાવ્યું હતું કે તેમની 15 વર્ષીય સગીર પુત્રીનું મિતેશ સર યૌનશોષણ કરી રહ્યા છે. આ સાંભળતા જ શિક્ષિકાના પગ નીચેથી ઘરતી સરકી ગઈ હતી. મિતેશ રમેશ પટેલ (ન્યૂ શાંતિવિહાર સોસાયટી, પરવત પાટિયા)નો ખાનગી શિક્ષક આ શિક્ષિકાને ફેસબુક થકી ફેમિલી ફ્રેન્ડ બન્યો હતો અને અવારનવાર ઘરે આવતો હતો.
પત્નીની ખુશ નહિ હોવાનું અને મરી જવાનો છું તેમ કહી રડતા હતા: દિકરી
બહેનપણીનો પુત્રએ જણાવ્યું હતું કે, તમારી દિકરીએ મારી મમ્મીને ફોન કર્યો હતો, જે વાતની મને જાણ થતાં તમને સતર્ક કરવા આવ્યાનું જણાવ્યું હતું. મિત્રતાનો ઢોંગ રચી આ હવસખોર શિક્ષક સગીર પુત્રીને પીંખી રહ્યો હોવાનું જાણ થતાં શિક્ષિકાએ પુત્રીને મળી સઘળી માહિતી પુછી હતી, જ્યાં દિકરીએ જણાવ્યું હતું કે, ગત ડિસેમ્બર મહિનામાં મિતેશ સર ઘરે આવ્યા હતા અને બેડ પર બેસી તેઓ પત્નીની ખુશ નહિ હોવાનું અને મરી જવાનો છું તેમ કહી રડતા હતા.
ફોનમાં બ્લૂ ફિલ્મ બતાવી શારીરિક સંબંધો બાંધ્યા: દિકરી
તેઓએ મને જણાવ્યું હતું કે, મારે તારી પાસેથી એક બાળક જોઈએ છે તેમ કહી મોબાઈલ ફોનમાં બ્લૂ ફિલ્મ ચાલુ કરી ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે બાદમાં આ સિલસિલો કાયમ માટે થઈ ગયો. તેઓ મને ધાક ધમકી આપી 10 મહિનાથી યૌનશોષણ કરતા હોવાનું જણાવતાં આ શિક્ષિકા આઘાત પામી ગઈ હતી અને પુત્રીને લઈ સીધી પુણા પોલીસ મથકે આવી હતી. પુણા પોલીસે બુધવારે આ મામલે ગુનો દાખલ કરતાં જ શિક્ષક ભાગી છૂટ્યો હતો. ઈન્સ્પેક્ટર ડી.કે. ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.