Loksabha Election 2024 : મંગળવારે 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. મતદાન વચ્ચે ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાવાનો છે. ગુજરાતમાં મતદાનના દિવસે નવું ટેન્શન આવ્યું છે. કારણ કે, હવામાન વિભાગે આ દિવસે ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં મતદાનના દિવસે ગરમીના પારો ઉંચકાવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગાહી કરતા કહ્યું કે, મતદાન સમયે અમદાવાદમાં આકરી ગરમી પડવાની છે. ગુજરાતના બાકીના જિલ્લાઓ કરતા મતદાન સમયે અમદાવાદમાં 7 મેના રોજ ગરમીનું પ્રમાણ વધારે રહેશે. અમદાવાદમાં 7 મે ના રોજ 42 ડિગ્રી તાપમાન નોંધાશે. તો ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. 


ગુજરાતમાં ભાજપની સૌથી સુરક્ષિત બેઠક : અહીં મોદી લહેરમાં સામે કોઈ ટકી શક્યુ નથી


સાથે જ હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરતા કહ્યું કે, આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. જોકે ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી તાપમાન વધશે. આજે સૌરાષ્ટ્ર કચ્છ દિવમાં કોસ્ટલ એરિયામાં હીટવેવ આગાહી છે. તેમજ સુરતમાં પણ હીટવેવની આગાહી છે. આવતીકાલ સોમવારથી દીવમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. 6 અને 7 મે ના રોજ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની શક્યતા છે. તો 7 મે ના રોજ અમદાવાદ અને ગાંધીનગર 42 ડિગ્રી તાપમાન રહેશે. 7 મે ના રોજ દીવ કોસ્ટલ એરિયામાં પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે. જોકે, હાલ વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી છે. 


બપોર પહેલા મતદાન કરી લેજો 
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન હવે કલાકોમાં શરૂ થઇ ગયું છે. 7 મેના મતદાન છે ત્યારે  અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તેથી મતદારોએ બપોર પહેલા મતદાન કરી લેવુ હિતાવહ રહેશે. બપોર બાદ કાળઝાળ ગરમીમાં શેકાવું પડશે. 


લેઉવા પટેલની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યુ નામ