‘હાથમાં છે વ્હીસ્કીને આંખોમાં પાણી...’ ગાનારનું સન્માન કરાય છે, વિરોધમાં રસ્તા પર ઉતર્યો ઠાકોર સમાજ!
ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને બનાસકાંઠામાં રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર દેખાવ કર્યા હતા. આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે પર દેખાવ કરતા ઠાકોર સમાજના લોકોને પોલીસે રોક્યા હતા.
Trending Photos
Banaskantha News : ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણનાને લઈને બનાસકાંઠામાં રોષ જોવા મળ્યો છે. ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ અમીરગઢ હાઈવે પર દેખાવ કર્યા હતા. આબુ રોડ પાલનપુર નેશનલ હાઈવે પર દેખાવ કરતા ઠાકોર સમાજના લોકોને પોલીસે રોક્યા હતા.
વિરોધ કરનારાઓએ વિધાનસભા અધ્યક્ષશંકર ચૌધરી પર આ મામલે નિશાન સાધ્યું હતું. અમીરગઢના ઠાકોર સમાજના આગેવાન અરવિંદ ઠાકોરે કહ્યું કે, ‘હાથમાં છે વ્હીસ્કીને આંખોમાં પાણી...’ ગાનાર કલાકારોનું વિધાનસભા અધ્યક્ષ સન્માન કરે છે. તેમણે ઠાકોર સેનાના કાર્યકરોએ ઠાકોર સમાજના કલાકારોની અવગણના બદલ રોષ ઠાલવ્યો હતો.
તમે મને સુપરસ્ટાર માનો છો, પણ સરકાર નથી માનતી...
વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, 'ઘણાં સમયથી હું જોતો આવ્યો છું કે સરકાર દ્વારા અમારા ઠાકોર સમાજની સતત અવગણના થાય છે. આ બાબત સરકારની જાણ બહાર પણ હોઇ શકે, કલાકારોને મીડિયેટર વિધાનસભામાં લઈ ગયા હતા, પરંતુ હું ઘણાં સમયથી જોઇ રહ્યો છું કે ઘણાં બધા સરકારી કાર્યક્રમો હોય તેમાં ઠાકોર સમાજનો કોઈ દીકરો કે દીકરી હોતા નથી.'
ફિલ્મ સ્ટાર વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, 'વિધાનસભામાં કલાકારોને બોલાવ્યા તેનો વિરોધ નથી, પરંતુ ઠાકોર સમાજને સ્થાન નથી મળતું એનો વિરોધ છે. દરેક કલાકારનું સ્વાગત કર્યું સારી બાબત છે, મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મેં ધ્યાન દોર્યું છે. કલાકારને નાત-જાત નથી હોતી, સરકારે દરેક જાતિના કલાકારનું સન્માન કરવું જોઈએ. શંકરભાઈ ચૌધરીએ તમામ કલાકારને બોલાવ્યા હતા. સરકારી ઇવેન્ટોમાં પણ ઠાકોર સમાજને સરકારી કામ નથી મળતું. સરકારે ઠાકોર કલાકારને પ્રોત્સાહન આપવું જોઈએ. ઠાકોર સમાજ સહિત દરેક સમાજના ચાહક વર્ગ છે.'
ગેનીબેનનું વિક્રમ ઠાકોરને સમર્થન
ગાંધીનગર વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં બોલાવેલ કલાકારોમાં ઠાકોર સમાજના કલાકરોની અવગણના મામલે સંસદ ગેંનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વિધાનસભામાં કલાકારોને બોલાવીને અભિવાદન કર્યું પરંતુ ગુજરાતના ખ્યાતનામ કલાકાર વિક્રમ ઠાકોરને આમંત્રણ ન મળ્યું. વિક્રમ ઠાકોરનું કહેવું છે કે મને ન બોલાવ્યો એનું દુઃખ નથી પણ ઠાકોર સમાજના એકપણ કલાકારને ન બોલાવ્યો એનું દુઃખ છે. હું માનું છું કે નિર્ણય લેવા વાળાની ,બોલાવવા વાળાની કે આમંત્રણ આપવાવાળાની સૌના માટે સરખો ભાવ હોવો જોઈએ એ ઓછો દેખાયો છે.સમ દ્રષ્ટિ ઓછી દેખાઈ છે. લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરાતા હોય ત્યારે નિર્ણય લેવા વાળાઓ ઉણા ઉતર્યા છે અથવા તો તેમની ભાવના અને પ્રેમ કોઈ સમાજ માટે ઓછો દેખાયો છે તેવું મને લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે