'હું મારા માતા-પિતાથી કંટાળી ગઈ છું, મારા ઉછેર પર ધ્યાન આપતાં નથી', 21 વર્ષીય યુવતી શિક્ષક સાથે રહેવા ગઈ...

હાઈકોર્ટમાં કરેલી હેબિયસ કોપર્સમાં પિતાએ જણાવ્યું હતું કે તેની દીકરીને ટ્યૂશન શિક્ષક ભગાડી ગયો છે. ટ્યૂશન શિક્ષક તેની દીકરીને અવાર નવાર મળવા ઘરે આવતો હતો અને ભણાવવા લઈ જતો હતો. ત્યારબાદ કોર્ટે પોલીસને બંનેને હાજર કરવા આદેશ કર્યો હતો. 

'હું મારા માતા-પિતાથી કંટાળી ગઈ છું, મારા ઉછેર પર ધ્યાન આપતાં નથી', 21 વર્ષીય યુવતી શિક્ષક સાથે રહેવા ગઈ...

ઝી બ્યુરો/અમદાવાદ: જ્યારે ઘરમાં માતા-પિતા વચ્ચે ઝઘડા થાય છે, ત્યારે તેની અસર માત્ર તેમના પર જ નથી પડતી પરંતુ તેમના બાળકો પર પણ તેની ઊંડી અસર પડે છે. આવી સ્થિતિમાં આ ઝઘડા બાળકોના મન અને વર્તનને કેવી રીતે અસર કરે છે તેનું ઉદાહરણ આપતો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં રહેતી અને એરોસ્પેસ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતી 21 વર્ષીય યુવતીએ છેલ્લા 12 દિવસથી ઘર છોડીને ભાગી ગઈ હોવાનો આક્ષેપ તેના પિતાએ હાઈકોર્ટમાં કર્યો છે. હાઈકોર્ટમાં કરેલી હેબિયસ કોપર્સમાં પિતાએ જણાવ્યું હતું કે તેની દીકરીને ટ્યૂશન શિક્ષક ભગાડી ગયો છે. ટ્યૂશન શિક્ષક તેની દીકરીને અવાર નવાર મળવા ઘરે આવતો હતો અને ભણાવવા લઈ જતો હતો. ત્યારબાદ કોર્ટે પોલીસને બંનેને હાજર કરવા આદેશ કર્યો હતો. 

વાતચીતમાં દીકરીએ જે ઘટસ્ફોટ કર્યો તે સાંભળીને સૌ ચોંકી ગયા
સુનાવણી દરમ્યાન પોલીસે ટ્યુશન શિક્ષક અને દીકરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. હાઈકોર્ટના જજીસની થયેલી વાતચીતમાં દીકરીએ જે ધટસ્ફોટ કર્યો તે સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા હતા. દીકરીએ કોર્ટના જજને કહ્યું હતું કે મારા માતા-પિતાના ઝઘડાથી કંટાળી ગઈ છું .નાની હતી ત્યારથી બન્ને રોજે સતત ઝઘડ્યા કરે છે અને મારા ઉછેર પર કોઈ ધ્યાન આપતા નથી. 

બન્ને વચ્ચે ગુરૂશિષ્યનો સંબંધ છે બીજુ કંઈ નથી
ત્યારબાદ કોર્ટે દીકરીને પુછ્યું હતું કે ટ્યૂશન શિક્ષકના ઘરે શા માટે ગઈ છે? તો તેના જવાબમાં જણાવ્યું હતું કે એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું હતું પરતું તેના માતા-પિતા પાસે તે માટે સમય નહોતો. તેના સાહેબે તેની ફી પણ ભરી દીધી છે અને એડમિશન માટેની તમામ કામગીરી તેમણે કરી છે. બન્ને વચ્ચે ગુરૂશિષ્યનો સંબંધ છે બીજુ કંઈ નથી, તે શિક્ષક સાથે રહેવા માંગે છે. 

ઝઘડાને લીધે ભણવામાં ધ્યાન રહેતું ન હતું!
કોર્ટે યુવતી અને શિક્ષકને અલગ ચેમ્બરમાં લઈ જઈને પૂછતાં શિક્ષકે કહ્યું હતું કે આ દીકરી 10માં ધોરણમાં હતી ત્યારથી તેને હું ભણાવું છું. તેના માતા-પિતાના કંકાસને લીધે તેણે મારા ઘરે ભણવા જવાનું શરૂ કર્યુ હતું. તેની ફરિયાદ હતી કે ઝઘડાને લીધે ભણવામાં ધ્યાન રહેતું નથી. 

માતા-પિતાનો ઈગો સંતાનનું હિત ન સમજી શક્યો: કોર્ટ 
હાઈકોર્ટે માતા-પિતાને સમજાવતા તેમણે કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ હવે દીકરીને કોઈ ફરિયાદનો મોકો નહીં આપે. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે તમારા ઈગોએ સંતાનના હિતનો પણ વિચાર કર્યો નથી. કોર્ટે યુવતીને કહ્યુ હતુ કે 15 દિવસ તું માતા-પિતા સાથે રહીને તેમને એક તક આપી શકે છે. જો કોઈ ફરક ના પડે તો તું ઇચ્છે ત્યા જઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news