સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં 80 ફુટ ઉંચેથી ભક્તો પર રંગોનો બ્લાસ્ટ કરાયો; 11 દેશોના લોકો ઝૂમી ઉઠ્યા!

બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે ધુળેટીના પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં 80 ફુટ ઉંચેથી ભક્તો પર રંગોનો બ્લાસ્ટ કરાયો; 11 દેશોના લોકો ઝૂમી ઉઠ્યા!

રઘુવીર મકવાણા/બોટાદ: સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુજરાતનો સૌથી મોટો ધુળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવ યોજાયો હતો. 51 હજાર નેચરલ કલર અને 500 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર 70 થી 80 ફુટ જેટલા ઉંચેથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર બ્લાસ્ટ કરાયા હતા.અને 50 નાસિક ઢોલના તાલે હજ્જારો હરિભક્તો ઝુમી ઉઠયા હતા અને દાદાના રંગે રંગાયા હતા. 

બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે ધુળેટીના પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દરેક તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારે મંગળા આરતી અને શણગાર આરતી બાદ શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી વિવેકસાગર સ્વામી સહિતના સંતોએ હનુમાનજી દાદાને અલગ અલગ કલરથી રંગવામાંઆવ્યા હતા. અને ત્યારબાદ રંગોત્સવનો પ્રારંભ કરાયો હતો. 

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના પટાંગણમાં હજ્જારો ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતા. અલગ અલગ પ્રકારના 51હજાર કિલો ઓર્ગેનિક રંગોની સાથે હજારો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી. મંદિર પરિસરમાં સપ્તધનુષ્યની થીમ ઉપર 70થી 80 ફૂટ ઊંચા કલરના 500 જેટલા બ્લાસ્ટ કરાયા હતા. અને 10 હજાર કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો હતો.જયારે 50 થી વધુ નાસિક ઢોલના તાલે ભક્તોએ ધૂમ મચાવી હતી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવીને હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો હતો.

ધુળેટી પર્વ નિમિત્તે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવી પહોંચ્યા હતા.અને હનુમાનજી દાદાના દિવ્ય દર્શન કરી ને દાદાના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ની મોજમાણી ને દાદાની ભક્તિના રંગે રંગાયા હતા ત્યારે હરિભક્તોમા પણ અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો.અને દાદાના સાનિધ્યમાં ધુળેટી પર્વની ઉજવણી કરવાનો લાભ મળતા હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી માટે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news