રવિ અગ્રવાલ/વડોદરાઃ સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ પોતાની ઝપેટમાં લઈ લીધું છે. તો ભારત અને ગુજરાત પણ આ વાયરસનો સામનો કરી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના 81 હજાર જેટલા કેસ સામે આવી ગયા છે. આ વાયરસથી બચવા માટે નિષ્ણાંતો દ્વારા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવવાની સલાહ આપવામાં આવી રહી છે. તો સમગ્ર વિશ્વ હાલ કોરોનાની વેક્સિન બનાવવામાં લાગેલું છે. તો સમયે સમયે વાયરલના લક્ષણો અને તેના પ્રકારો અંગે પણ માહિતી સામે આવતી રહે છે. ત્યારે કોરોના વાયરસના પ્રકારને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે પ્રકારનો છે કોરોના વાયરસ
કોરોના વાયરસ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાની ગોત્રી કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો. શિતલ મિસ્ત્રીએ કોરોનાના પ્રકાર પર મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે Zee 24 Kalak સાથે ખાસ વાત કરતા જણાવ્યું કે, હાલ વિશ્વમાં કોરોનાના બે પ્રકાર જોવા મળી રહ્યાં છે. જેમાં D614 અને G614 બે પ્રકાર છે. તેમણે કહ્યું કે, D614 કરતા 10 ગણો ખતરનાક છે G614 વાયરસ. તેમણે કહ્યું કે, હાલ સમગ્ર વિશ્વમાં G614નું જોર વધુ છે. તેમણે કહ્યું કે, D614 કરતા  G614 ઝડપથી ફેલાય છે. 


‘ટાર્ગેટ નેમ ગોરધન ઝડફિયા’ નામથી શાર્પશૂટરે કોઈને ફોટો મોકલ્યો હતો, લીધી હતી મોટી રકમની સોપારી


બીજો સૌથી મોટો ખુલાસો
હાલ તો કોરોનાના સતત વધી રહેલા કેસોને કારણે લોકોના મનમાં ડરનો પણ માહોલ છે. આ વાયરસથી બચવા માટે માસ્ક પહેરો અને સામાજીક અંતર જાળવો તે ખુબ મહત્વનું છે. તો મોટી ઉંમરના લોકો માટે તો આ વાયરસ જોખમી સાબિત થાય છે. આ મહામારીને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો. શિતલ મિસ્ત્રીએ કહ્યું કે, જે વ્યક્તિ  D614થી સંક્રમિત થઈને સાજો થાય તો તેને ફરીથી G614નો ચેપ લાગવાની શક્યતા રહેલી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube