બસપન કા પ્યાર થકી છોકરો તો હીરો બની ગયો, પરંતુ ઓરીજનલ ગાયક ગુજરાતી...

બચપન કા પ્યાર ભૂલ મત જાના....ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. છત્તીસગઢ ના એક વિદ્યાર્થી એ લાક્ષણિક અદા માં ગાયેલ આ ગીત ને છત્તીસગઢ ના સીએમ ભુપેશ બુધેલે બાળક ની જાતે મુલાકાત કરી તેની પ્રશંસા કરી હતી તો પ્રખ્યાત રેપર બાદશાહે પણ આ વિડિઓ શેર કર્યો હતો.ત્યાર થી આ સોન્ગ ભારે વાયરલ થયું હતું.આ સોન્ગ ના મૂળ ગુજરાતી ગાયક કમલેશ બારોટ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી.
બસપન કા પ્યાર થકી છોકરો તો હીરો બની ગયો, પરંતુ ઓરીજનલ ગાયક ગુજરાતી...

જયેન્દ્ર ભોઇ/પંચમહાલ : બચપન કા પ્યાર ભૂલ મત જાના....ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. છત્તીસગઢ ના એક વિદ્યાર્થી એ લાક્ષણિક અદા માં ગાયેલ આ ગીત ને છત્તીસગઢ ના સીએમ ભુપેશ બુધેલે બાળક ની જાતે મુલાકાત કરી તેની પ્રશંસા કરી હતી તો પ્રખ્યાત રેપર બાદશાહે પણ આ વિડિઓ શેર કર્યો હતો.ત્યાર થી આ સોન્ગ ભારે વાયરલ થયું હતું.આ સોન્ગ ના મૂળ ગુજરાતી ગાયક કમલેશ બારોટ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી.

છત્તીસગઢના વિદ્યાર્થી સહદેવના સ્વર કંઠે કાલી ગેલી ભાષામાં ગવાયેલું બચપન કા પ્યાર સોન્ગ હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયું છે. આ સોન્ગની છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલએ પણ ખૂબ જ પ્રસંશા કરી છે, સહદેવની મુલાકાત લઈ તેને અભિનંદન પાઠવ્યા છે સાથે સાથે ટ્વિટ પણ કર્યુ છે. આ ગીતને ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલના કલાકાર કમલેશ બારોટે બે વર્ષ અગાઉ સ્વર આપ્યો હતો. અમદાવાદના એક સ્ટુડિયો દ્વારા આ સોન્ગ રિલીઝ કર્યુ હતું. 

કમલેશ બારોટ ગુજરાતી ટીમલી કિંગ માનવામાં આવે છે. તેઓએ અંદાજીત 1500 ઉપરાંત સોન્ગ વિવિધ આલ્બમ મારફતે ગાયા છે. છત્તીસગઢના વિદ્યાર્થી સહદેવ દ્વારા ગવાયેલું બચપન કા પ્યાર સોન્ગ દેશના સુપ્રસિદ્ધ રેપર બાદશાહએ પણ રિલ બનાવી સોશ્યલ મીડિયામાં શેર કર્યુ છે. ત્યારે ગાયક  કમલેશ બારોટ પણ સહદેવના માધ્યમથી પ્રચલિત થતાં સહદેવનો આભાર વ્યક્ત કરી તેના જીવનમાં વધુ પ્રગતિ કરે એવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત સોશ્યલ મીડિયામાંથી મીડિયા અને અભિનેતાઓ પણ  સહદેવના સોંગને શેર કરી રહ્યા છે. 

આ વર્તમાન સ્થિતિ સાથે જ કમલેશ બારોટે પણ બચપન કા પ્યાર પાર્ટ-૨ રિલીઝ કરવાની તૈયારીઓ કરી લીધી છે.કમલેશ બારોટના મતે તેઓએ આ સોન્ગ તેમના મિત્રોના પ્રેમ અને બચપનનો પ્રેમ એ સાચો પ્રેમ હોય છે જે અનુભૂતિ સાથે તેમના ગોધરાના લેખક મિત્ર સાથે મળી આ ગીતને આકાર આપ્યો હતો. વધુમાં કમલેશ બારોટ ગર્વ લેતાં જણાવે છે કે ટીમલીમાં ગવાયેલું આ સોન્ગ ગુજરાતમાં એટલા ગાયક કલાકારો હોવા છતાં કોઈપણ માધ્યમથી સહદેવ સુધી પહોંચ્યું અને પસંદ કર્યુ જે પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news