આઝાદી પહેલાથી ગાજરની ખેતી કરતા ગુજરાતના આ ખેડૂતને મળશે પદ્મશ્રી એવોર્ડ

ભારત સરકારે એવા એક ખેડૂતને પદ્મશ્રી એવોર્ડ આપવાનો નીર્ણય કર્યો કે, જે આઝાદી સમય પેહલા ગાજરની ખેતી કરે છે. અને જેની ઉંમર 95 વર્ષની છે આજે આ ઉંમરે પદ્મશ્રી એવોર્ડ મળતા ખેડૂત વલ્લભ ભાઈને અનેરી ખુશી જોવા મળી રહી છે. જૂનાગઢની ભાગોળે આવેલું ખામધ્રોળ વિસ્તાર વલ્લભ ભાઈ મારવાણીયા રહે છે. 

આઝાદી પહેલાથી ગાજરની ખેતી કરતા ગુજરાતના આ ખેડૂતને મળશે પદ્મશ્રી એવોર્ડ

હનીફ ખોખર/જૂનાગઢ: ભારત સરકારે એવા એક ખેડૂતને પદ્મશ્રી એવોર્ડ આપવાનો નીર્ણય કર્યો કે, જે આઝાદી સમય પેહલા ગાજરની ખેતી કરે છે. અને જેની ઉંમર 95 વર્ષની છે આજે આ ઉંમરે પદ્મશ્રી એવોર્ડ મળતા ખેડૂત વલ્લભ ભાઈને અનેરી ખુશી જોવા મળી રહી છે. જૂનાગઢની ભાગોળે આવેલું ખામધ્રોળ વિસ્તાર વલ્લભ ભાઈ મારવાણીયા રહે છે. 

જેને નાનપણથી બાબદાદા સમયથી ખેતી વ્યવસાયને અપનાવ્યો અને 1943થી એટલે કે, આઝાદી પહેલા ખેતી શરૂ કરી તેની સુજબુજથી તેનેએ સમયમાં ગાજરની ખેતી શરૂ કરી અને 2 ફૂટથી લઈને અઢી ફૂટના ગાજરની ઉપલબ્ધી કરી એક સમય હતો કે, જૂનાગઢમાં નવાબના લંગર લગતા જેમાં વલ્લભભાઈ ગાજર મોકલતા અને 1947માં દેશ આઝાદ થયો અને પાકિસ્તાનમાં ભેળવાની નવાબની મચ્છા અધૂરી રહી અને નવાબે પાકિસ્તાન ભાગી જવું પડયું ત્યારે લંગર માં આપતા ગાજરના આજે પણ 42 રૂપીયા નવાબ પાસે બાકી રહી ગયા છે.

બનાસડેરી તરફથી પશુ પાલકોને મોટી ભેટી, દૂધમાં ભાવ થયો વધારો

ગાજર એક શાકભાજી છે તે દરેકમાં ચાલે અને વીટામીન યુક્ત છે માત્ર પોતે ગાજરની ખેતી કરી એવું નથી સમગ્ર ગામને ગાજરની ખેતી કરાવતા શીખડાવી સમૃદ્ધ ખેડૂત બનાવી દીધા આજે વલ્લભ ભાઈના ગાજરનું બીયારણ દેશ ભરમાં વિદેશમાં પણ મોકલી રહ્યા છે અને ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news