પ્રેમીકાએ મોબાઇલ માંગ્યો અને યુવકે એવી ગિફ્ટ આપી કે 2 દિવસ પછી મળી લાશ

જિલ્લાના દિયોદર તાલુકાના મેસરા-ગોદા ગામની નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી કોહવાયેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી હતી. જોકે મૃતક મહિલા ડુંગરસણ ગામની પરણિત પૂજા ઠાકોર  હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.

Updated By: Jan 15, 2021, 05:57 PM IST
પ્રેમીકાએ મોબાઇલ માંગ્યો અને યુવકે એવી ગિફ્ટ આપી કે 2 દિવસ પછી મળી લાશ

અલ્કેશ રાવ/બનાસકાંઠા : જિલ્લાના દિયોદર તાલુકાના મેસરા-ગોદા ગામની નર્મદા કેનાલમાંથી કોથળામાં ભરેલી કોહવાયેલી હાલતમાં એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી હતી. જોકે મૃતક મહિલા ડુંગરસણ ગામની પરણિત પૂજા ઠાકોર  હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને હત્યાનો ભેદ ઉકેલી દીધો છે.

ઠગોએ રામને પણ ન છોડ્યા! રામ મંદિરના નામે દાન આપતા પહેલા વાંચી લો આ ખબર

મહિલાની કોથળામાં ભરેલી લાશ મળતાં પોલીસે ગુનો નોંધી તેની હત્યાનો ભેદ ઉકેલવા અલગ-અલગ ટિમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં  કાંકરેજના તેરવાડા ગામના મહેન્દ્રજી ઠાકોરની પોલીસે અટકાયત કરી તેની આકરી પૂછપરછ કરતા મૃતક પૂજા ઠાકોર અને આરોપી મહેન્દ્રજી ઠાકોર વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું અને માત્ર મોબાઈલ બાબતે બોલાચાલી થતા પ્રેમીએ જ તેની પ્રેમિકાની હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી મહેન્દ્રજી ઠાકોરે  ડુંગરસણથી પૂજા ઠાકોરને મળવા માટે થરા બોલાવી હતી. ત્યાંથી બxને જણા બાઇક પર ઓગડજીની થળીમાં આવ્યા હતા.

ગર્લફ્રેંડના લેપટોપમાં રેગિંગનો એક વીડિયો જોયો, યુવકને એવી લત પડી ગઇ કે 5 રાજ્યોમાં મચાવ્યો હાહાકાર

જેમાં બંને વચ્ચે વાતચીતમાં પૂજા ઠાકોરે આરોપી તેના પ્રેમી મહેન્દ્રજી ઠાકોર પાસે વાત કરવા મોબાઈલની માંગણી કરી હતી. જેમાં પ્રેમી એકદમ ઉશ્કેરાઈ જઇ પૂજા ઠાકોરને ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. લાશને ત્યાં મૂકી પરત તેરવાડા આવી ગયો હતો. તેના કાકાના દીકરા જેણાજી ઠાકોરને ફોન કરી બોલાવી પૂજા ઠાકોરની હત્યા કરી હોવાનું કહી પોલીસથી બચવા માટે લાશને કેનાલમાં નાખવાનો પ્લાન બનાવ્યો હતો. 

જામનગરમાં ગાડી ભરીને હથિયારો સાથે હત્યારાઓ ઝડપાયા, હથિયારો જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી

આરોપી મહેન્દ્રજી ઠાકોર અને તેના કાકાનો દીકરો જેણાજી ઠાકોર બંને જણ મોડી રાત્રે ઓગડજીની થળીમાં જઇ મૃતક પૂજા ઠાકોરની લાશને એક કોથળામાં ભરી હતી. અંદર પથરો ભરી વાયરથી વિંટાળી આરોપીએ પૂજા ઠાકોરની લાશને નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. આ હત્યા કેસમાં પોલીસે બંને આરોપી ની અટકાયત કરી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube