ખેડૂતોને આ કામ માટે સરકાર આપશે સહાય, 31 મે સુધી કરો અરજી, જાણો સંપૂર્ણ વિગત

રાજ્ય સરકારે બાગાયતી ખેતી માટે મોટો નિર્ણય લીધો છે. બાગાયતી ખેતીના 47 ઘટકો માટે સહાય મેળવવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
 

 ખેડૂતોને આ કામ માટે સરકાર આપશે સહાય, 31 મે સુધી કરો અરજી, જાણો સંપૂર્ણ વિગત

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ આગમી તા. ૩૧ મે, ૨૦૨૫ સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.

રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ, આંબા તથા જામફળ-ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, ક્રોપ કવર (શાકભાજી પાકો માટે), ક્રોપ કવર/બેગ (કેળ/પપૈયા પાક માટે), દાડમ ક્રોપ કવર / ખારેક બંચ કવર, ફ્રુટ કવર(આંબા, દાડમ, જામફળ, સિતાફળ, કમલમ (ડ્રેગનફૂટ)), ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીંગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય મેળવવા માટે અરજી કરી શકશે. 

આટલું જ નહિ, બાગાયત ખાતાની ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, કેળ(ટીસ્યુ) ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, પોલીહાઉસ/ નેટહાઉસમાં સોઇલલેસ કલ્ચર માટે સહાય, ફળપાક પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ), પ્લગ નર્સરી (વનબંધુ), બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, વેલાવાળા શાકભાજી પાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, દેવીપુજક ખેડુતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય, અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ), મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) જેવી યોજના માટે પણ અરજી કરી શકશે. 

આ ઉપરાંત ખેડૂતો દરીયાઇ માર્ગે ફળ, શાકભાજી, ફુલ તથા છોડના નિકાસ માટે વાહતુક ખર્ચ, નિકાસકારોને બાગાયતી પાકોની ઇરેડીએશન પ્રક્રિયા માટે સહાય, હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ, કાપણીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયત મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય, બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત/ખાનગી સંસ્થા/ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયતી પાકના પ્રોસેસીંગના નવા યુનિટ માટે સહાય, મેઇન્ટેનન્સ અને ઓઇલપામમાં આંતરપાક માટે ઇનપુટસ ખર્ચ (હેક્ટર દીઠ), બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર, લણણીના સાધનો, કેળ (ટીસ્યુ), પપૈયા, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો, વિગેરે ઘટકોમાં લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોધણી કર્યા બાદ જ ઓનલાઇન અરજી કરી શકાશે. 

આ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીંટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ કલેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાના નાયબ/મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવાની રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news