ગુજરાતી ન્યૂઝGujaratમહેસાણાના નગરજનોમાં ડરનો માહોલ; યુવકને 15-15 ઘા ઝીંકી રહેંસી નાંખ્યો, તપાસમાં થયો ઘટસ્ફોટ

મહેસાણાના નગરજનોમાં ડરનો માહોલ; યુવકને 15-15 ઘા ઝીંકી રહેંસી નાંખ્યો, તપાસમાં થયો ઘટસ્ફોટ

મહેસાણાની રાધનપુર ચોકડી નજીક મંગળવારે મોડી રાત્રે જાહેરમાં મગપરાના યુવકની તિક્ષ્ણ હથિયારના 15 ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી ભાગી છૂટેલા ચાર પૈકી ત્રણ હત્યા રાઓને બી ડિવિઝન પોલીસે 48 કલાકમાં ગુરુવારે મોડી રાત્રે ઝડપી પાડ્યા હતા.

મહેસાણાના નગરજનોમાં ડરનો માહોલ; યુવકને 15-15 ઘા ઝીંકી રહેંસી નાંખ્યો, તપાસમાં થયો ઘટસ્ફોટ

તેજસ દવે/મહેસાણા:  શહેરમાં જાહેરમાં હત્યા જેવી ઘટના બની શકે !? આ સવાલ મહેસાણાના નગરજનોને ડર સાથે સતાવી રહ્યો છે. મહેસાણા શહેરમાં સરેઆમ જાહેરમાં હત્યાની ઘટના બનતા શહેરીજનોમાં પણ ચિંતા વ્યાપી ગઈ હતી કે મહેસાણામાં પણ આવી ઘટના બની શકે ! મહેસાણામાં એક યુવકની જાહેરમાં હત્યા ની ઘટના બાદ પણ પોલીસ દોડતી થઈ અને 48 કલાકમાં આરોપીને પણ પકડી જેલ હવાલે કરી દીધા છે. આ સમગ્ર ઘટના છે મહેસાણા ના રાધનપુર ચાર રસ્તા નજીકની. કે જ્યાં જાહેરમાં રાત્રિના 11 વાગ્યાના સુમારે એક યુવકને ટક્કર મારી ને 4 શખ્શો એ ઘાતકી હથિયારો વડે માર મારી હત્યા કરી નાખી. એક બે નહીં પરંતુ 15 -15 ઘા ઝીંકી યુવકની સરેઆમ હત્યા કરી નાખવામાં આવી.

Add Zee News as a Preferred Source

મહેસાણામાં મગપરા વિસ્તારમાં રહેતા વિક્રમજી ઠાકોર ગત મંગળવારે રાત્રે પોતાની નાની દીકરીને લઈને એકટીવા પર પસાર થઈ રહ્યા હતા. દરમ્યાન એક કારમાં માતેલા સાંઢની માફક હત્યાના ઇરાદે આવેલા રાહુલસિંહ વાઘેલા સહિત 4 શખ્શો એ એકટીવા લઈને જતા વિક્રમજી ને ટક્કર મારી હતી. નીચે પડેલા વિક્રમજી ને ધારીયા સહિતના હથિયાર વડે આ 4 આરોપીઓએ ઘા મારી હત્યા કરી નાખી હતી.

સમગ્ર ઘટના મામલે વિક્રમજીના ભાઈ અજયજી ઠાકોરે ફરિયાદ નોંધાવતા cctv સહિતની પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં કાર ની તપાસ કરતા કાર લઈ આરોપીઓ ઉંઝા થી સિદ્ધપુર હાઈવે પર ઝડપાઈ ગયા હતા. જેમાં દશરથજી ઉર્ફે પિન્ટુ ભા કનુજી ઠાકોર હત્યા માં સાથે હોવાની કબૂલાત કરી હતી. જાણવા મળેલ માહિતી મુજબ રાજકીય પીઠબળ.ધરાવતા પિન્ટુભા ને પકડી લેવા પોલીસે તપાસ શરૂ કરી છે. જેને મદદ કરનારની પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસમાં હત્યારા આરોપીઓ કાર લઈને સતલાસણા ટીંબા, અંબાજી, ખેરાલુ, સિદ્ધપુર, પાટણ અને ડેર ગામે અલગ અલગ સ્થળ બદલી ફરે જતા હતા. પોલીસે રાહુલસિંહ રમેશજી વાઘેલા, રાહુલસિંહ વિનુસિંહ ઝાલા અને વિકાસ વિકી ચેનાજી ઠાકરેની ધરપકડ કરી છે. જ્યારે ચોથો આરોપી ફરાર છે.

આમ મહેસાણા શહેરમાં જાહેરમાં હત્યા ની ઘટના એ મહેસાણાના અન્ય લોકો માટે પણ ભય ઉભો કરનાર ઘટના બની છે. જેને ધ્યાને લેતા અને જાહેરમાં હત્યા કરી પોલીસને પણ પડકાર ફેંકનારા 4 આરોપીઓ પૈકી 3 ને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. તો હજુ ફરાર એક આરોપીને શોધવા પોલીસ કામે લાગી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news