આખરે પૌત્રનું પાપ છાપરે ચડીને પોકાર્યું! તંત્ર મંત્રની વિધી શીખવવાની ના પાડતા 79 વર્ષીય દાદાની ઘાતકી હત્યા
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની કોરવાડ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. 79 વર્ષીય કાશીરામ શિંગાડાની તેમના જ પૌત્ર કમલેશે હત્યા કરી નાખી હતી. જેમાં હત્યારો પૌત્ર એક દિવસના રિમાન્ડ પર છે.
Trending Photos
ઉમેશ પટેલ/વલસાડ : વલસાડ જિલ્લાના ધરમપુરના નાની કોરવડ ગામમાં એક વૃદ્ધની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે .ગણતરીના સમયમાં જ પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી છે. જોકે જે આરોપી પોલીસના હાથે લાગ્યો છે તે જાણી ખુદ પોલીસ પણ ચોકી ગઈ હતી. કોણ હતા વૃદ્ધ? અને કેમ થઈ હતી તેમની હત્યા? કોણ હતો હત્યારો.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નાની કોરવડ ગામમાં હોળીની રાત્રે કાશીરામ શિંગાળા નામના એક વૃધ્ધ પર ઘરમાં જ જીવલેણ હુમલો થયો હતો . વહેલી સવારે વૃદ્ધના પૌત્ર કમલેશ શિંગાળા ને તેની જાણ થતા આ વૃદ્ધને ગંભીર હાલતમાં પ્રથમ ધરમપુર ની હોસ્પિટલ માટે સારવાર માટે લઈ ગયો હતો .ને ત્યારબાદ પૌત્ર દાદા ને વલસાડની સિવિલ હોસ્પિટમાં સારવાર માટે દાખલ કર્યો હતો.. જોકે સારવાર દરમ્યાન વૃદ્ધના મોત બાદ મૃતક કાશીરામ શિંગાળા ના પૌત્ર કમલેશ શિંગાળાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
આથી મૃતકના પૌત્રની ફરિયાદના આધારે ધરમપુર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ સરુ કરી હતી અને ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. હકીકતમાં મૃતક કાશીરામ શિંગાળા ના પૌત્ર અને આ કેસના જ ફરિયાદી કમલેશ શિંગાળા જ આરોપી નીકળ્યો છે. અને મૃતકના પૌત્ર કમલેશ શિંગાળાએ જે દાદાની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.. અને ત્યારબાદ સારવાર માટે પણ હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે આખરે પૌત્રનું પાપ છાપરે ચડીને પોકાર્યું અને પોલીસના હાથે ઝડપાઈ અત્યારે હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે. નાની કોરવાડ મહારાષ્ટ્રને ગુજરાતની હદ પરનું ધરમપુરનું છેવાડાનું ગામ છે .આ ગામમાં ના વયોવૃદ્ધ કાશીરામ શિંગાળા ની હત્યાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી .પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક કાશીરામ શિંગાળા તેમના ગામ અને આસપાસના વિસ્તારમાં ભગત ભુવા અને તંત્ર મંત્રની વિધી કરતા હતા. આથી આજુબાજુના ગામમાં પણ તે જાણીતા હતા. બનાવના દિવસે હોળીના તહેવાર વખતે ગામ લોકોએ મૃતક કાશીરામને હોળી પ્રગટાવવાની વિધિ કરવા બોલાવ્યા હતા.
જો કે છેલ્લા કેટલાક સમયથી દાદા કાશીરામનો પૌત્ર કમલેશ શિંગાળા પણ દાદા સાથે આ કર્મકાંડ અને ભગત ભુવાની વિધિ શીખી રહ્યો હતો. જો કે હોળીના દિવસે કમલેશે દાદાને ગામમાં હોળી પ્રગટાવવા અને વિધિ કરવા પોતે જશે તેવું જણાવ્યું હતું. જો કે બંને વચ્ચે આ મામલે વિવાદ થયો હતો અને ગામ લોકોએ પણ પૌત્ર કમલેશને ના કહી ભગત કાશીરામ જ હોળીની વિધિ કરાવે તેવો આગ્રહ કરતાં પૌત્ર ને મન દુઃખ થયું હતું અને ભગત ભુવાની વિધિ કરવામાં આડા અવતા દાદાનું કાસળ કાઢવા જ તેને તર્કટ રચ્યું અને હોળીના દિવસે જ રાત્રે વિધિ પૂરી થયા બાદ દાદા ઘરે ગયા હતા.
આ દરમિયાન હોળીના ઉત્સવ ઉજવતા લોકોની વચ્ચેથી પૌત્ર કમલેશ ઘરના પાછળના બારણેથી અંદર ગયો હતો અને દાદાના માથાના ભાગે ગંભીર રીતે ફટકા મારી માર્યા હતા અને તેમની હત્યા કરવાના ઇરાદે જ જીવલેણ હુમલો કર્યો હતો. આથી દાદા કાશીરામ શિંગાળા બેહોશ થઈ ગયા હતા. આથી દાદાનું મોત થયું છે તેવું માની અને કમલેશ ઘરના પાછળના બારણેથી બહાર નીકળી અને પાછો લોકોની વચ્ચે હોળી મનાવવા પહોંચી ગયો હતો. જોકે વહેલી સવારે દાદા મરી નહીં પરંતુ જીવીત હોવાનું ધ્યાન આવતા કમલેશ જ તેમને લઈ અને પ્રથમ ધરમપુર અને ત્યારબાદ વલસાડની સિવિલ હોસ્પિટલ દાદાના સારવાર માટે દાખલ કરવામાં લઈને આવ્યો હતો .જોકે સારવાર દરમિયાન જ દાદાનું મોત થયું હતું.
તંત્ર મંત્ર ની વિધિ કરતાં જાણીતા ભગત કાશીરામ શિંગાળા ના હત્યાના મામલે પોલીસ દોડતી થઈ હતી .જો કે ગણતરીના સમયમાં જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો અને દાદા ના હત્યા મામલે ફરિયાદી બનેલો મૃતકનો પૌત્ર કમલેશ શિંગાળા જ આરોપી નીકળ્યો છે. આથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ કિસ્સામાં પણ ભગત ભુવા ને તાંત્રિક વિધિ કરતાં દાદા ને વિધિમાં વધારે મહત્વ મળતું હોવાથી અને પોતાને પૂરી વિદ્યાદાદા એ નહીં શીખવાડી હોવાથી અવારનવાર તેને મનમાં અસંતોષ રહેતો હતો.
આખરે ગામમાં હોળી પ્રગટાવવા બાબતે ની વિધિ કરવા બાબતે થયેલા વિવાદ અને મનદુઃખના કારણે તંત્ર મંત્રની વિધિ કરવા માટે વચ્ચે આવતા દાદાનું હંમેશા માટે કાસળ કાઢવા પૌત્રે પ્લાન કર્યું અને દાદાના હત્યા નીપજાવી હતી.જોકે પૌત્રનો પાપ છાપરે ચડીને પોકાર્યું અને દાદાની હત્યા મામલે પૌત્રની ધરપકડ થતા હવે પૌત્ર એ જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે