ખુશીના સમાચારઃ ગીરના જંગલમાં સિંહની વસ્તીમાં 28.87 ટકાનો વધારો, પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી
વર્ષ 2015માં જ્યારે સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા 523 હતી. હવે વનવિભાગ દ્વારા ૩૦ હજાર ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે.
જૂનાગઢઃ ગીરના જંગલમાંથી ખુશીના સમાચાર આવ્યા છે. એશિયાટિક સિંહોની સંખ્યામાં 28.87 ટકાનો વધારો થયો છે. 5 જૂન પૂનમે સિંહોની ગણતરી કરવામાં આવી હતી. 1400 જેટલા વનકર્મીઓ આ સિંહની ગણતરીમાં જોડાયા હતા. 2020માં ગીરના જંગલમાં એશિયાટિક સિંહોની સંખ્યા 674 પર પહોંચી ગઈ છે. તો આ સમાચારથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખુશ થયા છે. તેમણે ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી છે.
2015 કરતા થયો વધારો
વર્ષ 2015માં જ્યારે સિંહોની ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહોની સંખ્યા 523 હતી. હવે વનવિભાગ દ્વારા ૩૦ હજાર ચોરસ કિલોમીટર જંગલ વિસ્તારમાં સિંહોની ગણતરી કરવામાં આવી છે. 2020માં આ સંખ્યા 674 પર પહોંચી છે. જેમાં પુખ્ત સિંહોની વાત કરવામાં આવે તો 161 નર અને 260 માદા સિંહ છે. પાઠડા સિંહોની સંખ્યામાં 45 નર અને 49 માદા છે. જ્યારે 22 વણઓળખાયેલા છે. તો સિંહ બાળની સંખ્યા 137 હોવાનું સામે આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ટ્વીટ
પીએમ મોદીએ ગીરના જંગલમાં સિંહની વસ્તી વધારાના સમાચારને લઈને ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યુ કે, ખુબ જ સારા સમાચાર, ગુજરાતના ગીર જંગલમાં રહેતા એશિયાટિક સિંહોની વસ્તીમાં 29 ટકાનો વધારો થયો. ભૌગોલિક રીતે, વિતરણ ક્ષેત્રમાં 36% જેટલો વધારો છે. ગુજરાતના લોકો અને જેમણે આ માટે પ્રયત્નો કર્યા છે તે બધાના પરાક્રમને સલામ..
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર