વડોદરામાં કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી, તો શહેરમાં કાલથી ચાની કીટલી બંધ


પાલિકા દ્વારા દરરોજ બહાર પાડવામાં આવતા કોવિડ-19 મેડિકલ બુલેટિનમાં ગંભીર છબરડા સામે આવ્યા છે. 

વડોદરામાં કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી, તો શહેરમાં કાલથી ચાની કીટલી બંધ

રવિ અગ્રવાલ/વડોદરાઃ વડોદરામાં છેલ્લા 24 કલાકમાં નવા  26 કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 726 પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 32 લોકોના મૃત્યુ થઈ છે. કોરોનાના નવા કેસ વધવાની સાથે કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા પણ વધી છે. નવા બે કન્ટેઈનમેન્ટ ઝોનનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ સાથે શહેરમાં હવે 90માંથી 92 કન્ટેઈનમેન્ટ ઝોન થઈ ગયા છે. નવા કન્ટેઈનમેન્ટ ઝોનમાં છૂટછાટ મળશે નહીં. 

તો વડોદરામાં આવતીકાલથી ફરી ચાની કીટલી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે ખાદ્યસામગ્રીની દુકાનો પણ બંધ કરવાનો આદેશ વડોદરા મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવ્યો છે. પાલિકાએ અખબારી યાદી જાહેર કરીને કહ્યું કે, લૉકડાઉન-4માં ખાદ્ય સામગ્રી અને ચાની લારીને છૂટછાટ આપવામાં આવી નથી. 

વડોદરા પાલિકાના મેડિકલ બુલેટિનમાં ગંભીર છબરડા
પાલિકા દ્વારા દરરોજ બહાર પાડવામાં આવતા કોવિડ-19 મેડિકલ બુલેટિનમાં ગંભીર છબરડા સામે આવ્યા છે. કોરોના પોઝિટિવ બે દર્દીઓના સરનામા અને વિસ્તાર ખોટા દર્શાવવામાં આવ્યા છે. સુમન ચૌહાણ નામના દર્દીનું સરનામું શેરોન પાર્ક નિઝામપુરા દર્શાવવામાં આવ્યું છે, જ્યારે આ દર્દી છેલ્લા છ વર્ષથી અહીં રહેતો નથી. તો અન્ય વિજય માયકલ નામના દર્દીનું સરનામું મંગલમ એપાર્ટમેન્ટ ગોરવા દર્શાવવામાં આવ્યું છે. ત્યારે તે ગોરવાની દિવ્ય સંકુલ સોસાયટીમાં રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news