'લાઈટ, એસી, ટીવી સ્ક્રીન નહોતી કરતી કામ...', જે વિમાન સાથે દુર્ઘટના બની તેના વિશે મુસાફરે જણાવી હકીકત!

Ahmedabad Airport Plane Crash: આ વિમાન લંડન જઈ રહ્યું હતું. તેમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. એરપોર્ટના રન-વે 23 પરથી ઉડાન ભર્યાના થોડીવાર પછી જ આ અકસ્માત થયો હતો. 

'લાઈટ, એસી, ટીવી સ્ક્રીન નહોતી કરતી કામ...', જે વિમાન સાથે દુર્ઘટના બની તેના વિશે મુસાફરે જણાવી હકીકત!

Ahmedabad Plane Crash Video: અમદાવાદથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું AI171 વિમાન 242 મુસાફરો સાથે ક્રેશ થયું. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને X યુઝર આકાશ વત્સે શેર કર્યો છે. ખરેખર આકાશે દિલ્હીથી અમદાવાદની મુસાફરી એ જ વિમાનમાં કરી હતી જે ક્રેશ થયું હતું. વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે વિમાનની લાઇટ, એસી, ટીવી સ્ક્રીન કામ કરતી નહોતી.

 X હેન્ડલ @akku92 પર વીડિયો શેર કરતાં તેમણે લખ્યું હતું કે "અમદાવાદથી ઉડાન ભર્યાના 2 કલાક પહેલા હું આ વિમાનમાં હતો. હું DEL-AMD થી આવ્યો હતો. મેં આ જગ્યાએ કેટલીક અસામાન્ય વસ્તુઓ જોઈ. @airindia ને ટ્વીટ કરવા માટે એક વીડિયો બનાવ્યો". આ વીડિયો જુઓ...

— Akash Vatsa  (@akku92) June 12, 2025

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ એરઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટના બપોરના 1:37 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં એર ઈન્ડિયાની AI-171 ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી, જે ટેક ઓફ કર્યાની બે-ત્રણ મિનિટમાં જ ક્રેશ થઈ ગઈ હતી. 

આ ફ્લાઈટમાં 230 મુસાફરો, 10 ક્રૂ મેમ્બર, બે પાઈલટ સવાર હતા. પ્લેન ક્રેશના સમાચાર મળતા જ ફ્લાઈટમાં સવાર લોકોના પરિવારજનો હાફળા ફાફળા થઈ ગયા છે અને સિવિલ હોસ્પિટલ સાથે જોડી આવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news