પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં બદલાયા ગુજરાત કોંગ્રેસ અને AAPના સૂર, આ નેતાઓ પહોંચ્યા રામના શરણે
વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સંઘ દ્વારા સમગ્ર દેશના હિન્દુઓને રામ મંદિર માટે આમંત્રણ પાઠવવમાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી પણ રામ મંદિરના મુદ્દાને જોર શોરથી ઉઠાવી રહ્યું છે અને પ્રતિષ્ઠાના દિવસે અનેક કાર્યક્રમનું આયોજન કરી રહ્યુ છે.
ગૌરવ પટેલ/અમદાવાદઃ અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ચર્ચાનું મુખ્ય કેન્દ્ર બિન્દુ બન્યુ છે. વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સંઘ દ્વારા સમગ્ર દેશના હિન્દુઓને રામ મંદિર માટે આમંત્રણ પાઠવવમાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી પણ રામ મંદિરના મુદ્દાને જોર શોરથી ઉઠાવી રહ્યું છે અને પ્રતિષ્ઠાના દિવસે અનેક કાર્યક્રમનું આયોજન કરી રહ્યુ છે.
દિલ્લી દરબારમાં લાગી ગુજરાત ભાજપના 8 જૂના જોગીઓની પાઠશાળા! આ નેતાઓના ક્લાસ લેવાયા
22 તારીખના રોજ અયોધ્યામાં થનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને રાખીને મોટાભાગની રાજકીય પાર્ટીઓ ધાર્મિક રંગી રંગાઈ છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા રામ મંદિરના આમંત્રણ સ્વીકાર કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ન જવાનો નિર્ણય કરવામાં આવ્યો જેનો કેટલાક અંશે કોંગ્રેસના નેતાઓજ વિરોધ કરી રહ્યા છે.
વાહ રે ગુજરાત: શિક્ષકોએ નોકરી બાદ ઉચ્ચ શિક્ષણ લીધું તો પ્રમોટને બદલે 'ડિમોટ' થયા!
જોકે પાછળથી કોંગ્રેસના શિર્ષસ્થ નેતૃત્વએ જે કાર્યકરે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં જવું હોય તે જઇ શકે તેવુ નિવેદન આપી ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો. એઆઈસીસીના નિર્ણયથી કોંગ્રેસ પાર્ટીની જે નુકસાન જવાનું છે તે ન થાય તે માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓ છબી સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેના ભાગરૂપે જ ગઈકાલે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમ્ત ચાવડાએ શાહપુર ખાતે આવેલા પૌરાણિક રામ મંદિરની મુલાકાત લીધી આરતી ઉતારી અને એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે તેઓ રામ મંદિરની સાથે છે. આ પ્રસંગે અમિત ચાવડાએ કહ્યું કે ભગવાનના નામે રાજનીતિ થઈ રહી છે.
Unique Village: ભારતના આ ગામમાં ચાલે છે અલગ સંસદ, અહીં નથી ચાલતો ભારતનો કાયદો
ભગવાન રામ માટે અમારા દિલમાં અનેરું સ્થાન.અમદાવાદમાં હોય કે અયોધ્યામાં હોય, મંદિર તમામ માટે પૂજનીય.રામ ને પ્રાર્થના કરીએ છીએ કે સૌનું કલ્યાણ કરે.કેટલાક પક્ષો દ્વારા ધર્મના નામે રાજનીતિ થઈ રહી છે:અયોધ્યા મંદિર કોર્ટના આદેશ બાદ બની રહ્યું છે.રાજીવ ગાંધીના પ્રયત્નો થકી રામ મંદિરના તાળાં ખુલ્યા હતા.અયોધ્યા જવાની તક મળશે ત્યારે ત્યાં જઈ પૂજા અર્ચના કરીશું.
જીવતે જીવ પોતાના તેરમાની વિધિ કરાવનારા વ્યક્તિનું 2 દિવસ બાદ મોત, 800 ને જમાડ્યા હતા
બીજી તરફ આમ આદમી પાર્ટી પણ ક્યાંક આ રેસમાં પાછળ ન રહી જાય તે માટે સક્રિય થઇ છે. ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે ત્રી દિવસીય કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે તમામ જિલ્લા મથકોએ સુંદર કાંડનું આયોજન ,રવિવારે તમામ જિલ્લા મથકે રામધુનનુ આયોજન અને સોમવારે પ્રતિષ્ઠાના દિવસે જિલ્લા અને મહાનગર મથકે મહા આરતી અને પ્રસાદ વિતરણની જાહેરાત કરવામાં આવી . આ અંગે ગુજરાત પ્રદેશ આપના પ્રમુખ ઇશુદાન ગઢવીએ કહ્યું કે ભગવાન રામ તમામ લોકોની આસ્થાનું કેન્દ્ર તમામ લોકો રામ રાજ્યની રાખી કહ્યા છે અપેક્ષા.
Career: 'જલસાવાળી નોકરી' કરવી હોય તો એન્જિનિયરિંગ અને મેડિકલ છોડો, આજે આનો છે જમાનો
રામ મંદિર કે ધાર્મીક બાબતમાં આપ ક્યારેય રાજકારણ કરવામાં માનતી નથી. બીજી પાર્ટીનો શુ નિર્ણય છે તે એમને વિષય એમાં અમે કોઇ સલાહ સુચન આપતા નથી કોઇએ પણ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠામાં રાજકારણ ન કરવુ જોઇએ ભ્રષ્ટાચાર મુક્ત સારા આરોગ્ય અને શિક્ષણ વાળુ રામ રાજ્ય બને તેવી આશા.