)
Surat Diamond Robbery: સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરાની ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સમગ્ર ઘટનાને ફરિયાદી અને ડી.કે.સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી (ડીકે મારવાડી) જ અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે, આ ચોરી એક તરકટ હતું અને હકીકતમાં કોઈ હીરાની ચોરી થઈ જ નથી.
ચોરીનું તરકટ અને પ્લાનિંગ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી કરોડોના હીરાની ચોરીનો બનાવ બન્યો છે. ઓફિસની તિજોરી કટરથી કાપી ચોર ડાયમંડ અને રોકડા લઈ ફરાર થયા. ચોર ટોળકીએ ફેક્ટરીમાં લાગેલા તમામ સીસીટીવીની તોડફોડ કરી હતી. જેના બાદ સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ કંપનીમાં પહોંચી છે. ઘટનાની જાણ થતા DCP, ACP સહિતની ટીમ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. 32 કરોડની હીરાની ચોરીનો આંકડો સામે આવ્યો હતો.
ચોરીનું તરકટ કરવા માટે 5 લોકોને રાખ્યા હતા
જ્યાર બાદ પોલીસે કરેલી સઘન તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ચોરીનો પ્લાન કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ મોટા દીકરા, ડ્રાઈવર સાથે મળીને બનાવ્યો હતો. આ ચોરીનું તરકટ કરવા માટે 5 લોકોને રાખવામાં આવ્યા હતા. ચોરીના આ નાટક માટે કુલ રૂ. 10 લાખ આપવાની વાત થઈ હતી, જેમાંથી રૂ. 5 લાખ તેમને એડવાન્સમાં ચૂકવી દેવામાં આવ્યા હતા અને બાકીના રૂ. 5 લાખ આપવાના બાકી હતા.
20 કરોડનો ઇન્સ્યોરન્સ લીધો
કંપનીના માલિકને દેવુ વધી જતાં ચોરીનું તળખટ રચ્યું હતું. આ સમગ્ર ઘટનાને મોટા દીકરા, ડ્રાઈવર સાથે મળી અંજામ આપી હતી. કારખાના માલિકે જ 32 કરોડના હીરાની ચોરીનું તળખર રચીને રૂ. 20 કરોડનો ઇન્સ્યોરન્સ લીધો હતો.