ગુજરાતમાં શું ફરી પ્રાણઘાતક નવો રોગ આવ્યો? અંદાજે 7 હજારથી વધુ દર્દી, શું છે લક્ષણો અને ક્યારે બને ગંભીર?

Hemophilia Patients in Gujarat: ગુજરાતમાં હાલ 7 હજારથી વધુ હિમોફિલિયાના દર્દીઓ છે. હિમોફિલિયાએ લોહીનો વારસાગત રોગ છે, જેમાં લોહી યોગ્ય રીતે ગંઠાતું ન હોવાથી રક્તસ્ત્રાવ થાય છે. આ રોગનો કાયમી ઈલાજ નથી એટલે તેને નિયંત્રણમાં રાખવો અને દર્દીઓને સમયસર સારવાર આપવી જરૂરી હોય છે. 

ગુજરાતમાં શું ફરી પ્રાણઘાતક નવો રોગ આવ્યો? અંદાજે 7 હજારથી વધુ દર્દી, શું છે લક્ષણો અને ક્યારે બને ગંભીર?

Hemophilia: આમ જોવા જઈએ તો 17મી એપ્રિલના દિવસે હિમિફિલિયા નામના રોગ પ્રત્યે જનમાનસમાં જાગૃતિ માટે વિશ્વ હિમોફેલિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. હિમોફિલિયાએ જનીની બીમારી એટલે કે વારસાગત રીતે ઊતરી આવતો રક્તનો પ્રાણઘાતક ગણાતો રોગ છે અને તેના કારણે રક્તના ગંઠાઈ જવાના માળખામાં એકથી વધુ ખરાબી થઈ શકે છે. 

ગુજરાતમાં અંદાજે સાત હજારથી વધુ દર્દી લોહી ગંઠાવાની ક્રિયા બંધ થતાં રોગ એવા હિમોફિલિયાથી પીડાય છે. ગુજરાત હિમોફિલિયા સોસાયટીઅમદાવાદ દ્વારા આગામી રવિવારે પાલડી ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાશે. આ સોસાયટીમાં અલગ અલગ ફેક્ટરના 2300થી વધુ દર્દીઓ નોંધાયેલા છે. આ બીમારીમાં મોંઘાદાટ ઈન્જેક્શન નિઃશુલ્ક અપાય છે.

Add Zee News as a Preferred Source

રક્ત ગંઠાઈ જવાની બીમારી એટલે કે હિમોફેલિયા. આનુવંશિક ગણાતી આ બીમારીમાં દર્દીને જ્યારે વાગે તો લોહી બંધ થતું નથી અને રક્તની અછતના કારણે વ્યક્તિ મૃત્યુ પણ પામે છે. એક સમય હતો કે જ્યારે હિમોફેલિયાના દર્દીઓને લોહીની બોટલો ચડાવવી પડતી હતી, પરંતુ હવે સરકાર દ્વારા હિમોફેલિયાના દર્દીઓ માટે જીનેટીક એન્જિનિયરિંગ ઇન્જેક્શન ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવી રહ્યા છે, જેના કારણે દર્દીઓ એકથી બે કલાકમાં જ રિકવર થઈ જાય છે. સમગ્ર ગુજરાતમાં હિમોફીલયાના અનેક કેસો છે. હિમોફેલિયાના દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવે છે તે ખાનગી હોસ્પિટલોમાં મળતું નથી, કારણ કે આ ઇન્જેક્શન ખૂબ જ મોંઘુ હોય છે.

હિમોફિલિયા શું છે? આ રોગ કોને થાય?
હિમોફિલિયા એક રક્ત વિકાર છે. આમાં લોહીના ગંઠાવાનું બનતું નથી. આમાં ખતરો એ છે કે એકવાર ઈજા કે કાપ લાગી જાય પછી, રક્તસ્ત્રાવ શરૂ થઈ જાય છે અને બંધ થતો નથી. જો કોઈ વ્યક્તિને આ રોગ હોય તો તેના શરીરમાં તે ખાસ પ્રોટીન હોતું નથી જે લોહીના ગંઠાવાનું નિર્માણ કરે છે. પ્લેટલેટ્સ સાથે લોહીના ગંઠાવાનું નિર્માણ કરવામાં મદદ કરતા લોહી ગંઠાઈ જવાના પ્રોટીનની ગેરહાજરીમાં, લોહી અનિયંત્રિત રીતે બહાર વહેવા લાગે છે. તમને જણાવી દઈએ કે છોકરીઓની સરખામણીમાં છોકરાઓમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. પુરુષોમાં ફક્ત એક જ X રંગસૂત્ર હોય છે. જો ખરાબ રંગસૂત્ર માતાથી બાળકમાં પસાર થાય છે તો બાળકને આ રોગ થાય છે. છોકરાઓમાં એક X રંગસૂત્ર હોય છે અને છોકરીઓમાં બે X રંગસૂત્ર હોય છે. આવી સ્થિતિમાં, તેમને આ રોગ થવાની શક્યતા ઓછી થઈ
જાય છે.

હિમોફિલિયાનું કારણ શું છે?
હિમોફિલિયા એક જેનેટિક ડિસઓર્ડર છે. તે વારસાગત કારણોસર થાય છે. સામાન્ય રીતે મધ્યમ વય અને વૃદ્ધ લોકોને આ બીમારી વધુ અસર કરે છે. માણસના જીનમાં ફેરફારને કારણે લોહીના ગંઠાઈ જવા માટે જરૂરી પ્રોટીન મળતું નથી અને હિમોફિલિયાની સમસ્યા સર્જાય છે. જો કોઈ વ્યક્તિનો હિમોફિલિયાનો પરંપરાગત ઇતિહાસ હોય, તો તેને આ સમસ્યા થવાનું જોખમ વધુ હોય છે. જો આ રોગને સમયસર સારવાર કરવામાં આવે, તો તે ઘણી હદ સુધી તેને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news