ગુજરાતમાં આ બે વિસ્તારમાં 19 જૂને રાજ્ય સરકારે 'રજા' કરી જાહેર, જાણો શું છે કારણ

ગુજરાતમાં કડી અને વિસાવદરમાં યોજાઈ રહેલી વિધાનસભા પેટાચૂંટણીમાં 19 જૂને મતદાન થવાનું છે. આ પહેલા રાજ્ય સરકારે બંને મતવિસ્તાર માટે રજા જાહેર કરી છે.

 ગુજરાતમાં આ બે વિસ્તારમાં 19 જૂને રાજ્ય સરકારે 'રજા' કરી જાહેર, જાણો શું છે કારણ

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 19 જૂનના રોજ બે વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં 19 જૂને મતદાન થશે અને 23 જૂને મતગણતરી હાથ ધરાશે. આ વખતે ચૂંટણીમાં ત્રણ પાર્ટીઓ આમને-સામને છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બંને બેઠકો પર મુકાબલો થવાનો છે. આ પહેલા રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે.

મતદાનના દિવસે સરકારે જાહેર કરી રજા
ગુજરાતની ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગામી ૧૯ જૂન,૨૦૨૫ના રોજ યોજાનાર મતદાનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા બંને વિધાનસભા મત વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામા અનુસાર ૧૮૮૧ના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૨૫ની જોગવાઇ તથા કેન્દ્રિય ગૃહ મંત્રાલયના તા.૮-૫-૧૯૬૮ના જાહેરનામા અનુસાર ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગામી ૧૯ જૂન,૨૦૨૫ના રોજ યોજાનાર મતદાનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા બંને વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી છે.

પ્રચાર પડઘમ શાંત
ગુજરાતમાં કડી અને વિસાવદરમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણીમાં આજથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ચૂંટણી પંચની ગાઇડલાઇન પ્રમાણે હવે ઉમેદવારો જાહેરમાં ચૂંટણી સભા કે રેલી કરી શકશે નહીં. 

વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા મેદાનમાં
વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે. જ્યારે ભાજપ તરફથી કિરીટ પટેલ ચૂંટણી મેદાનમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news