)
અશોક બારોટ/જૂનાગઢ: 1943માં ગુજરાતમાં ગાજરને શાકભાજી તરીકે રજૂ કરનાર 95 વર્ષીય ખેડૂતને પદ્મશ્રી સહિત અનેક સન્માન મળ્યા છે. જૂનાગઢ જિલ્લાના ખામધ્રોલ ગામના વલ્લભભાઈ વસરામભાઈ મારવાણીયા ગુજરાતમાં ગાજરની ખેતીના પ્રણેતા તરીકે જાણીતા છે. તેમણે 1943માં સૌપ્રથમ વાર ગાજરને માનવ આહાર તરીકે રજૂ કર્યું હતું. આ પહેલા ગાજરનો ઉપયોગ માત્ર પશુ આહાર તરીકે થતો હતો. માત્ર 13 વર્ષની ઉંમરે શિક્ષણ છોડીને ખેતીમાં જોડાયેલા વલ્લભભાઈએ પોતાના નવતર વિચારથી ખેતી ક્ષેત્રમાં ક્રાંતિ લાવી. તેમના પુત્ર અરવિંદભાઈના જણાવ્યા મુજબ, વલ્લભભાઈએ શરૂઆતમાં ગાજરને શાકભાજી તરીકે વેચવાનો પ્રયોગ કર્યો. આ પ્રયોગને સફળતા મળતાં અન્ય ખેડૂતોએ પણ ગાજરની ખેતી અપનાવી.
વલ્લભભાઈની સફળતાનું પ્રમાણ એ છે કે તેમણે 4 એકરની જમીનમાંથી ગાજરની ખેતી કરીને 25 એકર જમીન ખરીદી. હાલમાં તેમના પરિવાર દ્વારા 12થી 15 વીઘામાં ગાજરની ખેતી કરવામાં આવે છે. જેમાંથી દર વીઘે 50થી 60 હજાર રૂપિયાનું ઉત્પાદન થાય છે. તેમના આ યોગદાન બદલ 2019માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. 2017માં તેમને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય પુરસ્કાર અને નવમો રાષ્ટ્રીય ગ્રાસરૂટ્સ ઇનોવેશન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા.
આજે ગાજર માત્ર શાકભાજી તરીકે જ નહીં, પરંતુ અથાણા, જ્યુસ અને ચિપ્સના રૂપમાં પણ વપરાય છે. ભાદરવી પૂર્ણિમા બાદ નવેમ્બરથી જાન્યુઆરી સુધી ગાજરનું વાવેતર કરી શકાય છે. વલ્લભભાઈના પ્રયાસોને કારણે આજે ઘણા ખેડૂતો ગાજરને પાયાના પાક તરીકે ઉગાડે છે. ગત વર્ષે ગાજરમાં દોઘ થી પોણા બે લાખ જેવી આવક થઈ હતી સાત વીઘામાં આ વર્ષે આશરે 10 બે લાખ રૂપિયા નું ઉત્પાદન થશે આ ગાજર ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં વાવી શકાય છે ઉનાળામાં થતા નથી, ફેબ્રુઆરીમાં મહિનામાં રોપણી કરવામાં આવે તો એપ્રિલ મહિના સુધીમાં પાક મળી જાય છે.