ગુજરાતના આ દરિયા કિનારાને મળ્યું 'બ્લ્યૂ ફ્લેગ' સર્ટિફિકેશન, દુનિયાના 50 દેશોમાં ભારત સામેલ

દરિયા કિનારો (sea beach) પર્યટકો માટે હમેશાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. જો આ દરિયા કિનારા સ્વચ્છ-સુંદર અને કુદરતી નજરાઓથી ભરપૂર હોય તો તેની વાત જ કંઇક અલગ છે. ત્યારે ગુજરાતના શિવરાજપુર દરિયા કિનારા સહિત ભારતના 8 દરિયા કિનારાઓને દુનિયાના સૌથી સુંદર અને સ્વચ્છ કિનારામાં સ્થાન મળ્યું છે

Updated By: Oct 12, 2020, 03:38 PM IST
ગુજરાતના આ દરિયા કિનારાને મળ્યું 'બ્લ્યૂ ફ્લેગ' સર્ટિફિકેશન, દુનિયાના 50 દેશોમાં ભારત સામેલ

અમદાવાદ: દરિયા કિનારો (sea beach) પર્યટકો માટે હમેશાં આકર્ષણનું કેન્દ્ર રહે છે. જો આ દરિયા કિનારા સ્વચ્છ-સુંદર અને કુદરતી નજરાઓથી ભરપૂર હોય તો તેની વાત જ કંઇક અલગ છે. ત્યારે ગુજરાતના શિવરાજપુર દરિયા કિનારા સહિત ભારતના 8 દરિયા કિનારાઓને દુનિયાના સૌથી સુંદર અને સ્વચ્છ કિનારામાં સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો:- રાજ્યમાં તમામ અભ્યારણ 15મી ઓક્ટોબરથી શરૂ, સરકારની ગાઇડ લાઇનનું કરવું પડશે પાલન

ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (Foundation for Environmental Education-FEE)એ ગુજરાત સહિત ભારતના 8 દરિયા કિનારાને 'બ્લ્યૂ ફ્લેગ' (Blue Flag)નું સર્ટિફિકેશન આપ્યું છે. આ સર્ટિફિકેશન ઘણાં ધોરણોને આધાર પર દરિયા કિનારાઓને આપવામાં આવે છે.

આ પણ વાંચો:- વાંસદા નેશનલ પાર્કમાં શરૂ કરાયું હરણ ઉછેર અભિયાન

વર્ષ 2018માં પર્યાવરણ તેમજ જળવાયુ પરિવર્તન મંત્રાલયે પ્રમાણ-પત્ર માટે 13 દરિયા કિનારાની યાદી તૈયાર કરી હતી. આ તમામના નામ સંસ્થાને મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ગુજરાત સહિત ભારતના 8 દરિયા કિનારાને પસંદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- ગરબા આયોજન મુદ્દે ડોકટરો સામે કરાઈ અભદ્ર ટિપ્પણી, કલાકારો જાહેરમાં માગશે માફી

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar)એ જણાવ્યું કે, દેશના 8 દરિયા કિનારાને બ્લ્યૂ ફ્લેગનું સર્ટિફિકેશન મળવું દેશ માટે ગૌરવની વાત છે. આથી સ્પષ્ટ થાય છે કે, ભારત ઈન્ટરનેશનલ ટૂરિઝમના નક્શા પર સતત આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો:- હાર્દિક પટેલ સહિત 30 લોકો સામે જાહેરનામા ભંગનો નોંધાયો ગુનો, તમામને મળી મોટી રાહત

બ્લ્યૂ ફ્લેગ મેળવવાની સાથે જ હવે દુનિયાના 50 બ્લ્યૂ ફ્લેગ દેશોમાં સામેલ છે. પર્યાવરણીય શિક્ષણ માટે ફાઉન્ડેશન, ડેનમાર્કના કોપેનહેગનમાં મુખ્ય મથક, બ્લ્યૂ ફ્લેગ કાર્યક્રમનું સંચાલન કરે છે.

આ પણ વાંચો:- રાજ્યના કલાકારો બેરોજગાર બનતાં ગાંધીનગર ઉપવાસ છાવણીએ ધરણા પર બેઠા

ગુજરાત સહિત ભારતના આ દરિયા કિનારાને મળ્યું બ્લ્યૂ ફ્લેગનું સર્ટિફિકેશન
ભારતમાં બ્લ્યૂ ફ્લેગ મેળવનાર દરિયા કિનારામાં શિવરાજપુર (ગુજરાત), ઘોઘલા (દીવ), કાસારકોડ (કર્ણાટક), પદુબિદ્રી (કર્ણાટક), કપ્પડ (કેરળ), રૂશીકોંડા (આંધ્રપ્રદેશ), ગોલ્ડન (ઓડિશા) અને રાધાનગર (આંદામાન) છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube