અમદાવાદ: યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા, ત્રણ આરોપીની ધરપકડ

હાટકેશ્વર નજીક આવેલા સ્મશાન ગૃહ બહાર ફૂટપાથના ભારે પથ્થર મારીને એક યુવકની હત્યા કરવામાં આવી હતી. તેની હત્યામાં 3 યુવાનોને ઝોન 5 સ્કોવોર્ડે પકડી પાડ્યા છે.

અમદાવાદ: યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા, ત્રણ આરોપીની ધરપકડ

જાવેદ સૈયદ, અમદાવાદ: હાટકેશ્વર નજીક આવેલા સ્મશાન ગૃહ બહાર ફૂટપાથના ભારે પથ્થર મારીને એક યુવકની હત્યા કરવામાં આવી હતી. તેની હત્યામાં 3 યુવાનોને ઝોન 5 સ્કોવોર્ડે પકડી પાડ્યા છે. ત્યારે ગઈકાલે મિત્રો સાથે ફરવા ગયેલા અમરાઈવાડીના યુવાનની કરાઈ કેનાલમાં નગ્ન લાશ મળી હતી. હત્યાના સમાચાર વહેતા થતા ચકચાર મચી જવા પામી હતી.

ગઈકાલે મોડી રાત્ર તરૂણ જોશીભાઈ નાડીયા નામ વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. હત્યામાં તીક્ષ્ણ હથિયારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. લાશ ખોખરા સમસાન ગૃહ પાસે આવેલી ફૂટપાથ પર પડી હતી. જેની જજાણ પોલીસને થતા સવારે અમરાઈવાડી પોલીસની આઠથી વધારે ગાડીઓ સાથે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

હત્યા મામલે ઝોન 5ના ડીસીપી સ્કોવાર્ડે 3 આરોપીઓને ઝડપી લીધા હતા. ઝોન 5 ડીસીપી સ્કોડ દ્વારા વેહલી સવારે જ હત્યાના આરોપીઓને ઝડપી પડ્યા બાદ તમામ આરોપીઓની પુછપરછ કરતા ત્રણેય આરોપીઓએ કબુલાત કરી હતી કે મારનાર યુવક અને તેઓ મિત્ર હતા. પરંતુ ગઈકાલે મોડી રાત્રે ચારેય વચ્ચે સામન્ય બોલાચાલી થઈ હતી.

જેમાં મરનાર યુવકે તરુણ જોશીએ ત્રણેય લોકોને બીભસ્ત ગાળો બોલી હતી. ત્યારબાદ સાહિલ નાડીયા, કીરણ નાડીયા, અને યોગેશ નાડીયાએ ભેગા મળી પેહલા તો તરુણને તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા બાદ રોડ પર પડેલા ભારે પથ્થરથી તેના મોઢા પર ઘા કર્યો હતો. જેમાં તરુણનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news