જામનગરમાં નદીમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો તણાયા, એકનું મોત, 2 ને બચાવી લેવાયા

શહેર નજીક ધુવાવ ગામે નદીમાં નહાવા પડેલ ત્રણ બાળ મિત્રોમાંથી એક બાળકનું મોત નિપજયું. નદીના પાણીમાં ડૂબી ગયેલા એક બાળકને શોધી કાઢવા ફાયરની ટીમ દ્વારા ગઈકાલે રેસ્કયું હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે આજે સવારે ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને શોધી કાઢી જી.જી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે. સાહિલ સિદિક સોઢા નામના 15 વર્ષીય બાળકનું મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાયો છે.
જામનગરમાં નદીમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો તણાયા, એકનું મોત, 2 ને બચાવી લેવાયા

જામનગર : શહેર નજીક ધુવાવ ગામે નદીમાં નહાવા પડેલ ત્રણ બાળ મિત્રોમાંથી એક બાળકનું મોત નિપજયું. નદીના પાણીમાં ડૂબી ગયેલા એક બાળકને શોધી કાઢવા ફાયરની ટીમ દ્વારા ગઈકાલે રેસ્કયું હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે આજે સવારે ભારે જહેમત બાદ બાળકના મૃતદેહને શોધી કાઢી જી.જી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે. સાહિલ સિદિક સોઢા નામના 15 વર્ષીય બાળકનું મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાયો છે.

જામનગર તાલુકાના ધુવાવ ગામે ગઈકાલે બપોર બાદ રૂપારેલ નદીમાં ત્રણ બાળ મિત્રો નહાવા માટે ગયા હતા. દરમ્યાન ઊંડા પાણીમાં ગરકાવ થતા ત્રણેય યુવકો ડૂબવા લાગ્યા હતા, ત્યારે સ્થાનિક ગ્રામજનોએ બે બાળકોને પાણીમાંથી બહાર કાઢી બચાવી લીધા હતા. જ્યારે એક બાળકને શોધી કાઢવા ફાયર વિભાગ દ્વારા બોટની મદદથી રેસકયુ હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસની શોધખોળ બાદ આજે વહેલી સવારે ફાયરની ટીમ દ્વારા ડૂબી ગયેલા બાળકના મૃતદેહને શોધી કાઢ્યો હતો અને પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જોકે માસૂમ બાળકના મોતથી પરિવાર માં ભારે આક્રંદ છવાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news