અમદાવાદની જિન્સ કંપનીમાં મોટો બનાવ, ટાંકામાં ઉતરેલા 3 યુવકના કમકમાટીભર્યા મોત
અમદાવાદમાં જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા 3 યુવકના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ત્રણેય મૃતદેહ ટાંકીમાં રાતભર રહ્યા હોવાનો પરિજનોનો આક્ષેપ છે. ખોડિયારનગરની જીન્સ બનાવતી કંપની એમકે ક્રિએશનનો આ બનાવ છે.
Trending Photos
Ahmedabad News : અમદાવાદમાં જીન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલા 3 યુવકના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ત્રણેય મૃતદેહ ટાંકીમાં રાતભર રહ્યા હોવાનો પરિજનોનો આક્ષેપ છે. ખોડિયારનગરની જીન્સ બનાવતી કંપની એમકે ક્રિએશનનો આ બનાવ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના દાણીલીમડા ખોડિયાર નગરની જીન્સ બનાવતી કંપનીમાં ચોંકાવનારો બનાવ બન્યો હતો. કંપનીમા જિન્સના કાપડ ધોવાની ટાંકીમાં ઉતારેલ ત્રણ યુવક પૈકી સુનિલ રાઠવા, વિશાલ ઠાકોર, પ્રકાશ પરમારના કરુણ મોત નિપજ્યા છે.
ત્રણે યુવકોના મૃતદેહ ટાંકી મા રાતભર અંદર રહ્યા હોવાની વાત પરિજનોઓ કરી રહ્યાં છે. ત્રણેય યુવકના પરિજનોને આ વિશેની જાણ થતા જ મણિનગરની Lg હોસ્પિટલ સકુંલ દોડી આવ્યા હતા. પોલીસનો કાફલો પણ હોસ્પિટલ ખાતે પરિસ્થિતિનો તાગ મેળવી હોસ્પિટલમા ખડકાયો છે.
ત્રણેય યુવકો 25 થી 30 વર્ષની વયના હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. એમકે ક્રિએશન કંપનીના સંચાલક અને કંપનીના માલિક સામે ફરિયાદ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. બંનેને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.
કેવી રીતે બન્યો આ બનાવ
પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણેય યુવકો સવારે ઘરેથી નીકળી કામ કરવા ગયા હતા. યુવકો અલગ કામ કરતા હતા. જોકે આજે મજૂરી મળે માટે ટાંકી સાફ કરવા ગયા. સુનિલ ટાંકી સાફ કરવા ઉતર્યો હતો, જે અંદર પડતા બાદમાં પ્રકાશ અંદર પડ્યો હતો. તેમને બંનેને બચાવવા વિશાલ ટાંકામાં પડ્યો હતો.
ત્રણેય મૃતક યુવકના પરિવારે ન્યાય અને વળતર માટે માંગ કરી છે. કંપનીએ સેફટીના સાધનો ન આપતા બનાવ બન્યાના પરિજનોના આક્ષેપ છે. કંપનીની ભૂલના કારણે બનાવ બન્યા તેવું પરિજનોએ કહ્યું.
સુનિલના પિતાનું 5 મહિના પહેલા જ મોત થયું
મૃતક સુનિલ રાઠવાના પરિવારમાં સુનિલ અને તેની માતા જ છે. તેના પિતાનું 5 મહિના પહેલા મોત થયું હતું. સુનિલ ઘરનો એકનો એક સહારો હતો, જે કુદરતે છીનવી લીધો છે. જ્યારે વિશાલના ઘરમાં માતા પિતા અને મોટો ભાઈ છે. વિશાલની ગઈ કાલે પહેલી મેરેજ એનિવર્સરી હતી અને આજે બનાવ બન્યો. પ્રકાશના ઘરમાં માતા અને ભાઈ અને બહેન છે. જ્યારે પિતાનું 15 વર્ષ પહેલાં મોત નિપજ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે