રાજકોટ-ગોંડલમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: કડાકા ભડાકા સાથે એક કલાકમાં ચાર ઇંચ વરસાદ
Rajkot heavy Rains: આજે રાજકોટ, અમરેલી, દાહોદ, છોટાઉદેપુર, મહિસાગર, ગોંડલ, ચોટીલા સહિતમાં વરસાદ વરસ્યો હતો. તેમજ વીજળી પડતા દાહોદમાં પિતા-પુત્રનું અને માંગરોળમાં મહિલાનું મોત થયું છે. અમદાવાદ સિવિલમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ગોંડલમાં એક કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે હાલોલમાં કાર પર હોર્ડિંગ ધરાશાયી થયું હતું.
Trending Photos
Rajkot heavyRains: ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં આ ચોમાસાના પ્રારંભિક વરસાદથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ વીજળીના કડાકા અને વીજળી ગુલ થવાથી થોડી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકાને કારણે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાજળીના ભયાનક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે વરસાદની તીવ્રતા કેટલી હતી.
અમરેલી, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, સેલવાસ અને બનાસકાંઠાના અંબાજી જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અમરેલીના ધારી અને ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી,,ખાંભાના લાસા, ધાવડિયા અને ભાણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. જો કે લાસા ગામની શેરીમાંથી પાણી વહેતા થયા.
મધ્ય રાજકોટમાં ભારે વીજળીના કડાકા થયા હતા. રાજકોટ શહેરના નવા રાજકોટ, કાલાવડ રોડ , 150 ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને અમીન માર્ગ અને તેની આસપાસની સોસાયટીઓમાં પણ વરસાદ નોંધાયો હતો. મોસમનો આ પ્રથમ વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે પડ્યો હતો. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનો અંદાજ છે.
અમરેલીના બાબાપુર અને આસાપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. બોટાદ શહેરમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજા વરસ્યા..બોટાદ શહેરના પાળીયાદ રોડ,ગઢડા રોડ,સાળંગપુર રોડ અને ખોડિયાર નગર સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
હવે વાત કરી દાહોદની તો દાહોદ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું. ભારે પવન સાથે વરસાદથી ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. દાહોદના લીમડી, ઝાલોદ અને દાહોદ સહિત અનેક ગામમાં ભાર વરસાદ વરસ્યો. દાહોદના મુવાલિયા ગામે વીજળી પડવાથી પિતા અને પુત્રનું મોત થયું છે. બે લોકોના મોત થતાં પરિવારજનોમાં શોક ફેલાયો.
ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
રાજકોટ જિલ્લાના ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલના અનેક ગામડાઓમાં ગાજવીજ સાથે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ સારા વરસાદના પગલે ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં વાવણી કાર્ય શરૂ થશે, જે ખેડૂતો માટે રાહતરૂપ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે