ગુજરાતમાં ફરી વાઘ આવ્યાની ચર્ચા, વીડિયોમાં દેખાઈ વાઘણ, પણ વન વિભાગે કહ્યું...

ગુજરાતમાં વાઘ હોવાની વાતો અનેકવાર સામે આવી છે. મહીસાગરમાં વાઘ દેખાયાની પુષ્ટિ પણ થઈ છે. પરંતુ હવે સાબરકાંઠામાં વાઘ દેખાયાની ચર્ચા થઈ રહી છે. સાબરકાંઠાના હિંમતનગરના હુંજ ગામમાં પાસે ચઢાણવાળા વિસ્તારોમાં વાઘ લટાર મારતો હોવાનો બોગસ વીડિયો કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વીડિયો વાયરલ થતા વન વિભાગનું રિએક્શન સામે આવ્યું છે. વનવિભાગે આ ઘટનાને અફવા ગણાવી છે. સાબરકાંઠાના હુંજ વિસ્તારનો હોવાનો દાવો કરતા આ વીડિયોની વન વિભાગ દ્વારા કોઈ પુષ્ટિ કરાઈ નથી. લોકોને ભયમાં મૂકવા માટે વીડિયો બોગસ બનાવી વાયરલ કરનાર સામે પણ તપાસ હાથ ધરાશે. 

ગુજરાતમાં ફરી વાઘ આવ્યાની ચર્ચા, વીડિયોમાં દેખાઈ વાઘણ, પણ વન વિભાગે કહ્યું...

શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :ગુજરાતમાં વાઘ હોવાની વાતો અનેકવાર સામે આવી છે. મહીસાગરમાં વાઘ દેખાયાની પુષ્ટિ પણ થઈ છે. પરંતુ હવે સાબરકાંઠામાં વાઘ દેખાયાની ચર્ચા થઈ રહી છે. સાબરકાંઠાના હિંમતનગરના હુંજ ગામમાં પાસે ચઢાણવાળા વિસ્તારોમાં વાઘ લટાર મારતો હોવાનો બોગસ વીડિયો કોઈએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વીડિયો વાયરલ થતા વન વિભાગનું રિએક્શન સામે આવ્યું છે. વનવિભાગે આ ઘટનાને અફવા ગણાવી છે. સાબરકાંઠાના હુંજ વિસ્તારનો હોવાનો દાવો કરતા આ વીડિયોની વન વિભાગ દ્વારા કોઈ પુષ્ટિ કરાઈ નથી. લોકોને ભયમાં મૂકવા માટે વીડિયો બોગસ બનાવી વાયરલ કરનાર સામે પણ તપાસ હાથ ધરાશે. 

ગુજરાતમાં અગાઉ પણ વાઘ દેખાયાની ચર્ચા ચાલી છે. જોકે, મહીસાગરમાં વાઘ હોવાનું સત્ય પણ સામે આવ્યું છે. પરંતુ મહીસાગરમાં મધ્યપ્રદેશથી આવેલો વાઘ લાંબો સમય જીવી શક્યો ન હતો. બાદમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો. ગુજરાત માટે આ ગર્વની બાબત બની હતી. એકસાથે ત્રણ હિંસક પ્રાણી વાઘ, સિંહ અને દીપડો રાજ્યમાં હોવાની વાત ગુજરાત માટે ગૌરવપ્રદ છે. જોકે, હવે સાબરકાંઠામાં વાઘ હોવાનો વીડિયો વાયરલ થયો છે. જોકે, આ વીડિયોને કોઈ તથ્ય નથી તેવું વન વિભાગનું કહેવું છે. 

અમદાવાદનો દિલધડક કિસ્સો, મોટી ઉંમરે સંતાન થતા લોકો શું બોલશે એ બીકે દંપતી બાળકીને હોસ્પિટલમાં મૂકીને ફરાર થયું

સાબરકાંઠામાં વાઘનો જે વીડિયો સામે આવ્યો છે, તે સાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગર વિસ્તારનો હોવાનું કહેવાય છે. મેસેજમાં એવુ પણ કહેવાયુ છે કે, આ વાઘ નહિ, પણ વાઘણ છે. વાઘણની સાથે એક બચ્ચુ પણ જોવા મળ્યું છે. લોકો એવુ પણ કહી રહ્યા છે કે, પંચમહાલમાં જે વાઘ દેખાયો હતો તેની માદા છૂટી પડીને સાબરકાંઠામાં આવી પહોંચી છે. જોકે, આ વાતને કેટલું તથ્ય છે તો રામજાણે. પરંતુ વનવિભાગ વીડિયો સાચો હોવાની પુષ્ટિ નથી કરી રહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news