Gujarat માં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ, આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે, જાણો A થી Z સુધીની માહિતી

ગુજરાતમાં 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજથી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકશે. 4 ડિસેમ્બર સુધી સરપંચ પદ અને ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી શકાશે.

Gujarat માં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ, આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે, જાણો A થી Z સુધીની માહિતી

ઝી ન્યૂઝ/ બ્યુરો: રાજ્યની 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણીની (Gram Panchayat Election Date)તારીખો જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણીપંચે (Gujarat Election Commission)જાહેરાત કરી હતી કે 10,879 ગામોમાં ચૂંટણી (Gram Panchayat Election)માટે 19 ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન (Voting from ballot paper)થશે અને 21 ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે. આ ચૂંટણી માટે 29 નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકશે. જેના અનુસંધાને આજથી ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં 10,879 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજથી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકશે. 4 ડિસેમ્બર સુધી સરપંચ પદ અને ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી શકાશે. 6 ડિસેમ્બરે ચૂંટણી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 7 ડિસેમ્બરે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે. આ સાથે દરેક જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સ્થાનિક આગેવાનોનું પ્રભુત્વ સૌથી વધારે અસર કરે છે. તો ચૂંટણી પહેલા જ કચ્છના અબડાસા તાલુકાની વાયોર ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે. 19 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે અને 21 ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.

રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે EVM મશીન વ્યવસ્થા ન હોવાથી આ વખતે બેલેટ પેપરથી ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો છે, અને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.    

આચારસંહિતા લાગુ
રાજ્યમાં કુલ 10882 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની તારીખો જાહેરાત થતાં જ આજથી આચારસંહિતા પણ લાગુ થઇ ગઈ છે. જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ 29 નવેમ્બર છે એટલે કે ઉમેદવારો આ તારીખથી પોતાની દાવેદારી પત્રક ભરી શકશે. 4 ડિસેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે જે બાદ 6 ડિસેમ્બર ફોર્મ ચેકિંગ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ 7 ડિસેમ્બર છે. 19 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન થશે અને જો જરૂર પડે તો 20 ડિસેમ્બરે પુનઃ મતદાન પણ યોજાઇ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news