કચ્છઃ ગુજરાતની તો પાંચેય આંગળીઓ ઘીમાં- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • પી.એમ મોદી આણંદના મોગર ખાતે  મિલ્ક કેપીટલ ઓફ ઇન્ડિયા-દૂધ નગરી, આણંદની સુપ્રસિધ્ધ અમૂલ ડેરીના મોગર સ્થિત અતિ આધુનિક ચોકલેટ પ્લાન્ટ અને ટેક હોમ રાશન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરશે.
કચ્છઃ ગુજરાતની તો પાંચેય આંગળીઓ ઘીમાં- વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસીય મુલાકતે છે. પી.એમ મોદી આણંદના મોગર ખાતે મિલ્ક કેપીટલ ઓફ ઇન્ડિયા-દૂધ નગરી, આણંદની સુપ્રસિધ્ધ અમૂલ ડેરીના મોગર સ્થિત અતિ આધુનિક ચોકલેટ પ્લાન્ટ અને ટેક હોમ રાશન પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. જેમાં રાજયપાલ ઓ. પી. કોહલી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહ્યાા હતા..વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમૂલ દ્વારા રૂપિયા 3૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ, રૂ. 45૦ કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે અમૂલ ફેડ ડેરીના મિલ્ક પાવડર, ઘી અને માખણ પ્લાન્ટને ખુલ્લો મૂકશે. જયારે વિદ્યા ડેરી ખાતે રૂ. 2૦ કરોડના ખર્ચે સ્ટેટ ઓફ આર્ટ સંપૂર્ણ ઓટોમેટીક આઇસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદી કચ્છ પહોંચ્યા હતા. કચ્છમાં તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ સાથે હાજર રહ્યાં હતા.

કચ્છવાસીઓને વડાપ્રધાને આપી ભેટ
વડાપ્રધાન મોદી વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરીને કચ્છવાસીઓને અનેક ભેટ આપી હતી. જેમાં વડાપ્રધાન મોદી ભીમાસર-અંજાર-ભૂજ નવા નેશનલ હાઈવે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. તો અંજારમાં મુંદ્રા ગ્રીનફિલ્ડ LNG ટર્મીનલનું પણઉદઘાટન કર્યું હતું. LNG ટર્મીનલના મંજુર થયેલા પ્રોજેક્ટની કિંમત 5,041 છે. આંતર રાજ્યોને સાંકળતા કુદરતી ગેસ પરિવહનના સૌથી લાંબા ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ગુજરાતનું ત્રીજુ ઓપરેશનલ LNG ટર્મિનલ છે. તો સતાપરમાં GETCOના પ્રોજેક્ટના ઉદ્ઘાટન ઉદ્ઘાટનની સાથે GETCOના વિવિધ નાના સબ સ્ટેશનનું ભૂમિપૂજન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. 

કચ્છમાં વડાપ્રધાનનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. મને પહેલા એમ થતું કે દુનિયામાં કોઈપણ ખુણામાં કચ્છી રહેતો હોય પણ 12 મહિનામાં એક-બ વખત કચ્છની મુલાકાત ન લે તો તેને ચેન ન પડે. પણ મને પણ થાય છે. કચ્છનો આ પ્રેમ મને કચ્છમાં ખેંચી લાવે છે. આવી ગરમીમાં પણ તમે આટલા લોકો હાજર રહ્યાં છો. આશીર્વાદ આપવા માટે જનસૈલાબ ઉમટી પડ્યો છે. આ સાથે લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. હું કચ્છની આ ધરતીને માથુ નમાવીને નમન કરૂ છું. આજે મને અંજારની આ ધરતી પરથી લગભગ 6 હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ કે શુભારંભ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. એક જમાનો હતો છ કરોડનો પ્રોજેક્ટ હોય તો આમ જય જયકાર થઈ જતો હોય પરંતુ આજે એક જ કાર્યક્રમમાં છ હજાર કરોડના લોકાર્પણ કરવામાં આવ્યા છે. 

કચ્છમાં પીએમના ભાષણના મહત્વના મુદ્દાઓ

  1. આજની યુવાન પેઢીએ જોયુ છે કચ્છ કઈ રીતે ઝડપથી આગળ વધ્યું છેટ.
  2. પહેલા કચ્છના હાલ શું હતા પાણી માટે વલખા મારતા હતા.
  3. મારે દેશને નવી બારાખડી શિખવાડવી પડશે.
  4. ક- કચ્છનો ક
  5. ખ- ખમીરનો ખ
  6. આજે દુનિયાએ સ્વીકારવું પડે છે  ક-કચ્છનો ક, ખ-ખમીરનો ખ
  7. હું ભાગ્યવાન છું કે જેને ત્રીજા એનએનજી ટર્મીનલની તક મળી છે
  8. દેશની ઉર્જાનું ધબકતું કેન્દ્ર બની ગયું છે
  9. આપણા માટે ખુબ ગર્વની વાત છે. દેશ માટે ગર્વની વાત છે.
  10. આજે જ્યારે ગુજરાતની ધરતી પરથી દેશને ત્રીજા એલએનજી ટર્મીનલ  મળી રહ્યું છે, ત્યારે તે પોતાની જવાબદારી નિભાવશે. 
  11. વિકાસના મૂળમાં ઉર્જા અનિવાર્ય છે.
  12. એનર્જીની પોવર્ટી કોઈપણ દેશને પુવર્ટીમાંથી બરાર કાઢી શકતી નથી.
  13. દેશને ગરીબીમાંથી મુક્તિ જોઈએ, દેશને આર્થિક વિકાસ જોઈએ. સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરવો છે, તો ઉર્જા ખુબ જરૂરી છે. 
  14. ઉર્જા વગર એક મોબાઇલ પણ ચાર્જ થતો નથી. 
  15. મોબાઇલ ન ચાર્જ થતા માણસ પણ મુશ્કેલીમાં આવી જાય છે. 
  16. જીવનમાં ઉર્જા કઈ રીતે જરૂરી થઈ ગઈ છે, જ્યારે ઉર્જા ન હોય તો ખ્યાલ આવે કે જિંદગી ઊભી રહી ગઈ છે. 
  17. આ દેશની સેવા કરવાનું મોટું કામ છે. 
  18. ગુજરાતનો સમુદ્ર તટ હિન્દુસ્તાનની સમુદ્ધિનું પ્રવેશદ્રાર બની શકે છે. 
  19. વિકાસના મૂળમાં ઉર્જા રહેલી છે.
  20. ગુજરાતમાં ત્રણ LNG ટર્મીનલ બન્યા
  21. રાજસ્થાનની આર્થિક વિકાસની યાત્રાને પણ શક્તિ મળશે
  22. આનાથી પંજાબને પણ લાભ મળશે
  23. દેશના આર્થિક અને રાષ્ટ્રીય વિકાસ માટે ઉર્જા જરૂરી
  24. ગુજરાતની ધરતી પરથી જે પાઇપલાઇન જઈ રહી છે ત્યાં ભવિષ્યમાં યુરિયાના કારખાના ચાલશે. 
  25. દેશના કિસાનનું ભાગ્ય બદલવામાં પણ આ ઉર્જા કામ આવશે. 
  26. યુવાનોનું સપનું સાકાર કરવામાં આ ઉર્જા રોજગારનું સાધન બનશે. 
  27. આધુનિક ભારતનું સપનું પૂર્ણ થશે. 
  28. એક જમાનો હતો ગેસનો ચૂલો જોઈએ તો નેતાની આગળ પાછળ આટા મારવા પડતા. 
  29. પહેલા ગેસ કનેક્શન લેવા માટે વલખા મારવા પડતા હતા.
  30. કામ કરતી સરકાર કોને કહેવાય, આપણે 4 વર્ષમાં 10 કરોડ ગેસ કનેક્શન આપ્યા
  31. આવનારા દિવસોમાં કોઈપણ પરિવારે લાકડાથી ચૂલો સળગાવવા માટે મજબૂર થવું પડે
  32. ચૂલા પર રસોઈ બનાવવામાં એક દિવસમાં 400 સિગારેટનો ધુમાડો ઉત્પન થાય છે.
  33. 60 વર્ષમાં માત્ર 13 કરોડ લોકોને ગેસ કનેક્શન મળ્યા હતા.
  34. હું સીએમ બન્યો તેના પહેલા અહીં સફેદ રણ હતું કે નહીં. પહેલા કોઈ આવતા નતા. પહ બધા લોકો આવે છે. કચ્છની આ શક્તિ છે.
  35. હમણા આપણે ઉડાન યોજના બનાવી છે.
  36. સિક્કિમમાં દેશના 100માં એરપોર્ટને ઓપરેશન કરવામાં આવ્યું.
  37. 67 વર્ષમાં સરેરાશ દર વર્ષે એક નવું એરપોર્ટ ઓપરેશન થતું હતું.
  38. ચાર વર્ષમાં દર વર્ષે નવ નવા એરપોર્ટ ઓપરેશન થયા છે.
  39. એક સમય હતો કે જ્યારે વિમાનમાં બેવસું એટલે સામાન્ય માણસ ન બેસી શકે.
  40. આજે હવાઈ ચપ્પલ પહેરનારો હવાઈમાં મુસાફરી કરે છે.
  41. ગયા વર્ષે રેલવેના એર કંડિશન કોચમાં જેટલા લોકોએ પ્રવાસ કર્યો તેનાથી વધુ લોકોએ વિમાનમાં પ્રવેશ કર્યો. 
  42. દેશ બદલાઈ રહ્યો છે. 
  43. આ એક વર્ષમાં 900 નવા વિમાનનો ઓર્ડર બૂક થયો. 
  44. દેશની આર્થિક સ્થિતિ ઝડપથી આગળ વધી રહી છે.
  45. ભારત આર્થિક વિકાસમાં ઝડપથી આગળ વધી રહ્યું છે
  46. બ્રિટન કરતા પણ ભારતની ઈકોનોમી આગળ વધી જશે તે દિવસો દૂર નથી. 
  47. સમગ્ર વિશ્વ ભારત તરફ આકર્ષાયું છે.
  48. આવનારા સમયમાં દેશમાં ટુરિઝમના વિકાસની સંભાવના
  49. અત્યારે દેશના 18 હજાર ગામમાં વિજળી પહોંચી ગઈ.
  50. અસંભવ કામ પણ સંભવ થયું
  51. ગુજરાતમાં આજે લંગડી વિજળીની વાત લંગડી થઈ ગઈ છે.
  52. મારે હજુપણ કચ્છને ટુરિઝમની દ્રષ્ટિથી આગળ લઈ જવું છે.
  53. કચ્છને હવે ટુરિઝમનો અર્થ સંમજાવવાની જરૂર  નથી.
  54. રણઉત્સવથી કચ્છે જોઈ લીધું છે
  55. ગુજરાતમાં આજે લંગડી વિજળીની વાત લંગડી થઈ ગઈ છે.
  56. કેટલાક લોકો નિરાશામાં ડૂબેલા હોય છે.
  57. તેમને બધું નિરાશા ભર્યું દેખાય
  58. સ્વચ્છતા થઈ કે ન થઈ
  59. ટોયલેટ બન્યા કે ન બન્યા
  60. કશું ન થાય તેમાં 70 વર્ષ બગાડ્યા.
  61. હું સમય બગાડવા આવ્યો નથી. મારે દેશને આગળ લઈ જવો છે.
  62. આ દેશના પ્રત્યેક બાળક માટે અભ્યાસ, પ્રત્યેક માયે કમાઈ, પ્રત્યેક વૃદ્ધ માટે દવાઈ, જીવનની આ બધી વસ્તુ પૂરી કરવા માટે એક પછી એક યોજના લાવી રહ્યાં છીએ. 

 

આણંદમાં વડાપ્રધાને કર્યુ ઉદ્દધાટન બાદ સંબોધન
કેમ છો કહીને ભાષણની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહેલા લોકોનો આભાર માન્યો હતો. તમામ ખેડૂત પરિવારોના આદર કરીને નમન કર્યું હતું. મોદીએ કહ્યું હતું, કે દુનિયાના 40 દેશોમાં અમૂલની બ્રાન્ડ મળતી થઇ ગઇ છે. અને કહ્યું કે હું જ્યારે બીજા અન્ય દેશોમાં જતો ત્યારે તે દેશના લોકો પણ કહેતા કે અહિ પણ અમૂલની ચીજ વસ્તુઓ મળે તેવી વ્યવસ્થા કરવો, આ વાત સાંભળી મને પણ અમૂલ પર ગર્વ થાય છે. સરદાર જેવા મહાપુરુષોએ આપણી ત્રીજી સૌથી આર્થિક વ્યવસ્થા સહકારીનો પાયો નાખ્યો હતો. બવ ઓછો લોકોને ખબર હશે કે અમદાવાદ નગરપાલિકાના ચેરમેન તરીકે નિયુક્ત થયા ત્યારે તે એક જ વોટથી જીત્યા હતા અને ચેરમેન બન્યા હતા. અને ગુજરાતમાં અર્બન ડેવલેપમેન્ટનો પ્લાન હોવો જોઇએ તેવું નક્કી કર્યું હતું. મધ્યમ વર્ગીય લોકોને મકાન આપવાનું કામ સરદાર વલ્લભભાઇએ કર્યું હતું. અને પ્રથમ હાઉસિંગની મકાનો જેનું નામ પ્રિતમ નગર જે પહેલી સહકારી મંડળની સફળતા છે. ખેડૂત અને પશુપાલકને દુષ્કાળની સ્થિતિમાં સહકારી દૂધ મંડળીએ મહત્વને ભાગ ભજવ્યો હતો. 

ગાંધીનગરમાં બેસેલા એક સમયના લોકોએ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સહકારી પર બંધ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા પણ ભાજપની સરકાર આવતા ફરીવાર તેને નવે સરથી ઉભી કરી. કચ્છ રણોત્સવમાં મે કહ્યું હતું કે, ઉટડીના દૂધમાં પોષણ હોય છે અને તેનું સારી આવક મળી શકે તેમ છે. તે સમયે લોકો મારી મઝાક ઉડાતા હતા. પણ અમૂલે મારૂ સપનું સાકાર કરી દીધૂ છે. અમૂલ ઉંટના દૂધની ચોકલેટ બનાવી અને તેની માંગ વિદેશમાં પણ વધારે જોવા મળી રહી છે. ભારત સરકારે ત્રણ  મહત્વ પૂર્ણ યોજનાને આગળ વધરી જનધન, વનધન, અને ગોબરધન આ યોજનાઓથી ખેડૂતોને મોટો ફાયદો થયો છે. ખેડૂતો સોલર પેનલથી વિજળી ઉત્પન કરીને તેમાંથી ખેતી અને આવક પણ મેળવી શકે છે. 2 વર્ષ બાદ અમૂલને 75 વર્ષ થશે જ્યારે 2022માં ભારતની આઝાદીને પણ 75 વર્ષ થશે. અમૂલના 75 વર્ષ થશે ત્યારે જ દેશની 75 વર્ષ થશે ત્યારે દેશ અને દુનિયાને નવી વસ્તુ આપવાની અમૂલના કર્મચારીઓને સંકલ્પ કરવ્યો હતો.

anand-PM

દેશમાં આવશ્યકતા કરતા પણ ઉત્પાદક વધી રહ્યું છે. શ્વેત ક્રાંતિને કારણે આપણ દેશની અર્થવ્યવસ્થામાં મોટો ભાગ ભજવે છે. દૂધના પ્રોસેસીગથી ખેડૂતોની તાકાતમાં વધારો થયો છે. શ્વેતક્રાંતિની સાથે સાથે ડેરીએ ખેડૂતોને મધમાખી ઉછેર અંગેની માહિતી આપવી જોઇએ જેથી મધનું ઉત્પાદન કરવાથી ખેડૂતોને વધારે આવક મળી શકે.

વડાપ્રધાન પીએમ મોદી આણંદના મોગર ખાતે આવેલા અમૂલના ચોકલેટ પ્લાન્ટનું નિરક્ષિણ કરવામાં આવ્યું હતું. મોદી સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નિતીન પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આંતરાષ્ટ્રીય સ્તરે અમૂલનું નામ આગળ વધી રહ્યું છે. કુલ 1120 કરોડની અલગ અલગ યોજનાઓનું વડાપ્રધાન ઉદ્દઘાટન કરશે. 

Modi-Comes-Guarat

વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવાતા લોકાર્પણોથી વિવિધ પ્રોજેકટ થકી 1500 કરોડ ની આવકનો અંદાજ લગાવામાં આવી રહ્યો છે. રાજકીય રીતે પણ મધ્ય ગુજરાતની સભાઓનું મહત્વ રહેલુ છે. ખેડા અને આણંદની 13 બેઠકમાંથી 8 બેઠકો કૉંગ્રેસ પાસે જ્યારે 5 ભાજપ પાસે છે. અમુલ થકી સહકાર ક્ષેત્ર દ્વારા વોટ બેક ભાજપ તરફ કરવા પ્રયાસનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા કરવામાં આવશે. સહકાર ક્ષેત્ર દ્વારા મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, મહીસાગર અને પંચમહાલ જેવા વિસ્તારો પર સીધી અસર કરી શકે છે. જ્યારે સાંજે રાજકોટ ખાતે આવેલા ગાંધીજીના મ્યુઝીયમનું ઉદ્દઘાટન કરશે.

પીએમ મોદીનો કાર્યક્રમ 

-10:30 અમદાવાદ એરપોર્ટ પહોચશે 
-11:10 આણંદ પહોંચશે
-12:45 આણંદમાં કાર્યક્રમ આપશે હાજરી કરશે 
-1:30 ભૂજ જવા રવાના થશે 
-2:15 ભૂજ એરપોર્ટ પર પહોંચશે 
-2:40 અંજારમાં સભાને સંબોધન કરશે 
-4:20 અંજારથી રવાના થશે
-5:05 રાજકોટ જવા રવાના થશે 
-5:15 થી 6:20 રાજકોટમાં સભા કરશે 
-6:20 આલ્ફેડ હાઇસ્કૂલમાં ગાંધીજીના મ્યુજીયમને ખુલ્લુ મુકશે    
-7:15 રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news