અમદાવાદની આજની મોટી ઘટના, શહેરને બાનમાં લેનાર અસમાજિક તત્વો પર મોટું એક્શન

Terror Of Anti-Social Elements In Gujarat : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આતંક ફેલાવનારની થઈ સરભરા... અલ્કેશ, શ્યામ અને રાજવીરસિંહને પોલીસે યાદ કરાવ્યો કાયદો.... આતંક મચાવનારના ગેરકાયદે દબાણો તંત્રએ હટાવ્યા...

અમદાવાદની આજની મોટી ઘટના, શહેરને બાનમાં લેનાર અસમાજિક તત્વો પર મોટું એક્શન

Ahmedabad News : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના બાદ ગુજરાતની છબી ખરડાઈ છે. ત્યારે ગુજરાત પોલીસે મોટું એક્શન લઈને અસામાજિક તત્વો પર કાર્યવાહી કરી છે. ગુજરાત સરકાર સીધો મેસેજ આપી રહી છે કે, ગુજરાતને બાનમાં લેનાર અસામાજિક તત્વોને હવે નહિ સાંખી લેવાય. વસ્ત્રાલ ઘટનાના આરોપીઓની જાહેરમાં સરભરા કરીને અમદાવાદ પોલીસે સીધો મેસેજ આપ્યો કે, આવું અમદાવાદમાં નહિ ચાલે. તંત્ર દ્વારા આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવીને કાર્યવાહી કરવામાં આવી છે. તો બીજી તરફ, પોલીસે આરોપીઓની જાહેરમાં સર્વિસ કરી હતી. 

અમદાવાદના વસ્ત્રાલમાં અમાસાજિક તત્વાનો આતંકનો મામલે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે. AMC આરોપીઓની ગેરકાયદે મિલકત પર બુલડોઝર ફેરવ્યું છે. ગેરકાયદે મિલકત પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. આ રીતે પોલીસ અને તંત્ર આરોપીઓને પાઠ ભણાવી રહી છે. 

નાગરિકોને રંજાડતા કોઈને પણ નહિ છોડાય - પોલીસ કમિશનર
ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ચાલીના અને પરિવાર દ્વારા કાર્યવાહીનો વિરોધ કરાયો હતો. વિરોધ કરનારને પોલીસ દ્વારા નજરકેદ કરાયા હતા. ડિમોલિશન સમયે શહેર પોલીસ કમિશનર , સેક્ટર 2 jcp , dcp , acp સહીત ન ઉચ્ચ અધીકારીઓ સહિત મોટો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. સમગ્ર મામલે પોલીસ કમિશનર જીએસ મલિકે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, કાયદો વ્યવસ્થા ખોરવાતા સામાન્ય નાગરિકોને રંજાડતા કોઈને પણ છોડવામાં નહીં આવે. વધુ કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવશે. ઝડપાયેલા આરોપીઓ પૈકી 7 દ્વારા ગેરકાયદે બાંધકામ કરાયા છે, જેની સામે મ્યુનિસિપલ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે. Amc દ્વારા બ્રેકર , ગેસ કટર અને હથોડાની મદદથી ડિમોલિશન કરાઈ રહ્યુ છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) March 15, 2025

 

7 આરોપીની ગેરકાયદેસર મિલકત તોડાશે 
વસ્ત્રાલમાં આતંક મચાવનારા શખ્સો સામે મોટું એક્શન લેવાયં છે. મહાનગરપાલિકાની ટીમે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. આરોપી રાજવીરસિંહની ગેરકાયદે મિલકત તોડવાની કામગીરી કરાઈ. અમરાઈવાડીના સત્યનારાયણનગરમાં આવેલું મકાન તોડવામાં આવ્યું. જર્જરીત હાલતમાં હોવાથી મકાન તોડી પાડવામાં આવ્યુ. તંત્રની કાર્યવાહી દરમિયાન પરિવાર સહિત સ્થાનિકોએ તેનો કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. જેમાં પોલીસે એક આરોપીની બહેનની અટકાયત કરી છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે, કુલ 7 આરોપીઓની ગેરકાયદેસર મિલકત તોડાશે. અન્ય આરોપીઓની જેમ amc નું ફરશે આ આરોપીઓના ઘર પર પણ બુલડોઝર ફરશે. રોહિત કિશન સોનવણે ઘરે AMC કાર્યવાહી કરશે. પંજાબી તાળાની ચાલી, ભાઈપુરામાં AMC નું બુલડોઝર ફરી વળશે. 

ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળ્યા 
સલામત ગણાતા ગુજરાતના મહાનગરો અસલામત હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા, સુરત હોય કે પછી રાજકોટ..તમામ શહેરો અને જિલ્લાઓમાં ગુંડા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર તો બે દિવસથી જાણે અસામાજિક તત્વોના જ હવાલે હોય તેવી સ્થિતિ છે. લોકો ઘરની બહાર નિકળતા ડરે તેવી સ્થિતિ થઈ ગઈ છે. કારણ કે, ગુંડા તત્વો ગમે ત્યારે હુમલો કરી શકે છે. બે જૂથ વચ્ચેની તકરારમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. એટલું જ નહીં સુરતમાં તો જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેવી સ્થિતિ છે. સામાન્ય રીતે ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત હવે ક્રાઈમ કેપિટલ બની ગયું હોય તેવી સ્થિતિ છે. વારંવાર સુરતમાં કોઈ ને કોઈ સ્થળે મારામારી, હત્યાની ઘટના બનતી જ રહે છે. આવું જ સંસ્કાર નગરી કહેવાતી વડોદરામાં બની રહ્યું છે. શાંત અને સુશીલ નગરી ગણાતા વડોદરાને અસામાજિક તત્વોએ જાણે બાનમાં લીધું છે. આવા અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવું જરૂરી બન્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news