ઘરમાં કે આસપાસમાં હોય બોર્ડનો વિદ્યાર્થી તો જાણી લો આ ખાસ સમાચાર

આજે ધો.10 અને ધો. 12ની પરીક્ષામાં વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા માટે ટોલ ફ્રી નંબરની જાહેરાત કરવામાં આવી છે

Updated By: Feb 14, 2018, 06:02 PM IST
ઘરમાં કે આસપાસમાં હોય બોર્ડનો વિદ્યાર્થી તો જાણી લો આ ખાસ સમાચાર

ગાંધીનગર : ધો.10 અને ધો. 12ની પરીક્ષામાં વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા માટે ટોલ ફ્રી નંબરની જાહેરાત કરવામાં આવી છે. આ નંબર પર બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષામાં માર્ગદર્શન અપાશે. આ નંબર 19/2/2018 થી 28/3/2018 સુધી કાર્યરત રહેશે જેમાં એક્સપર્ટ કાઉન્સેલર અને સાઈકોલોજિસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ટોલ ફ્રી હેલ્પલાઈન નં-1800 233 5500 પર સવારે 10થી સાંજે 6:30 સુધી ફોન કરી શકાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા તારીખ 12 માર્ચના રોજ ધોરણ 10 અને 12 ની પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષામાં થતી ગેરરીતિને રોકવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડે કડક નિયમોની જાહેરાત કરી છે. કોઈ વિદ્યાર્થી કઈ પણ પ્રકારની ગેરરીતિ કરે તો ક્યાં પ્રકારની સજા કરવી તેની જોગવાઈ કરવામાં આવી છે. કોઈ વિદ્યાર્થી પરીક્ષાખંડમાં ઈશારા કરતા ઝડપાશે તો તે પરીક્ષા રદ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી સ્માર્ટફોન, કેક્યુલેટર, સ્માર્ટ વોચ જેવા ઇલેકટ્રોનિક ઉપકરણ સાથે પકડાશે આવનારા બે વર્ષ સુધી પરીક્ષા આપી શકશે નહીં. જો કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પત્ર કે ઉત્તરવહી ફેંકી દેશે અથવા તો વિદ્યાર્થી દ્વારા તેની ઉત્તરવહી ફાટી જશે તો તેનું પરિણામ આપવામાં આવશે નહી.

જો કોઈ વિદ્યાર્થી હથિયાર લઈને આવશે તો તેની પરીક્ષા કાયમ માટે રદ કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી પેપર તપાસનારને લાંચ આપવાના હેતુથી ઉત્તરવહી સાથે રૂપિયા મૂકશે તો તેની પરીક્ષા રદ કરવામાં આવશે. આમ, આ વર્ષે ગુજરાત શિક્ષણ બોર્ડે પરીક્ષામાં થતી ગેરરીતિ રોકવા માટે શક્ય એટલા પ્રયાસો કર્યા છે.