સુરતના પાર્કિંગમાં ઉભેલી કારનો વડોદરામાં કપાઈ ગયો ટોલ ટેક્સ, ફાસ્ટેગ સિસ્ટમ સામે ઉઠ્યા સવાલ!

સુરતમાં એક વેપારી સામે એવી ઘટના બની જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ વેપારીની કાર સુરતમાં પાર્ક કરેલી હતી. પરંતુ આ કારનો વડોદરાના એક ટોલ બૂથ પર ટેક્સ કપાઈ ગયો. 
 

સુરતના પાર્કિંગમાં ઉભેલી કારનો વડોદરામાં કપાઈ ગયો ટોલ ટેક્સ, ફાસ્ટેગ સિસ્ટમ સામે ઉઠ્યા સવાલ!

સુરતઃ દેશભરમાં ફાસ્ટેગ દ્વારા ટોલ ઉઘરાવવામાં આવે છે. તમારા વાહન પર ફાસ્ટેગનું સ્ટીકર હોય અને તમે જ્યારે ટોલ બુથ પરથી પસાર થાવ તો ઓટોમેટિક પૈસા કપાઈ જતાં હોય છે. તમે જે હાઈવે પરથી પસાર થાય તેના નિયમ પ્રમાણે ટોલ કટ થતો હોય છે. પરંતુ સુરતમાં જે ઘટના સામે આવી તેણે ટોલ ટેક્સની ફાસ્ટેગ સિસ્ટમ સામે સવાલો ઉઠાવ્યા છે. તમે પણ જાણો શું છે આ ઘટના...

પ્રાપ્ત વિગત અનુસાર સુરતના એક વેપારીએ પોતાની કાર સુરતમાં પાર્ક કરી હતી. પરંતુ સુરતમાં પાર્ક કરાયેલી કારનું વડોદરા ટોલ બુથ પર ટોલ ટેક્સ કપાઈ ગયો છે. સુરતના આ વેપારીને જ્યારે ટોલ કપાવાનો મેસેજ મોબાઈલમાં મળ્યો ત્યારે તે વેપારી પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. ટોલ નાકાથી 155 કિમી દૂર પાર્ક કરેલી કારનો ટોલ ટેક્સ કપાયો હતો.

Add Zee News as a Preferred Source

વેપારીએ જણાવ્યું કે તેની કાર ઘણા સમયથી પાર્કિંગમાં ઉભી છે. છતાં ફાસ્ટેગથી 160 રૂપિયા કપાઈ ગયા છે. વેપારીએ પોતાના નંબરનો દુરૂપયોગ થવાનો આરોપ પણ લગાવ્યો હતો. વેપારીએ આ માટે NHAI અને બેંકમાં ફરિયાદ કરી છતાં હજુ તેને રિફંડ મળ્યું નથી. વેપારીએ ટેકનિકલ ખામી કે નકલી નંબર પ્લેટને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

વેપારીએ જણાવ્યું કે કાર પાર્કિંગમાં ઉભી હતી છતાં વડોદરા ટોલ બુથ પર કઈ રીતે પૈસા કપાઈ ગયા છે. વેપારીએ આ મામલે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ ફરિયાદ કરી છે. પરંતુ હજુ સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. સુરતના આ વેપારી સામે થયેલી ઘટના બાદ ફાસ્ટેગ સિસ્ટમ સામે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news