અતુલ તિવારી/ અમદાવાદ: માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય (Ministry of Human Resource and Development) દ્વારા ટોયકાથોન-2021 નો (Toycathon-2021) શુભારંભ કરવામાં આવ્યો છે. જુદાં-જુદાં 68 પ્રોબ્લેમ અને સ્ટેટમેન્ટ પર ભારતની 14,000 ટીમે ભાગ લઈ રહી છે. રાજ્યમાંથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને (GTU) નોડલ કેન્દ્ર (Nodal Center) તરીકે પસંદ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમાના (Bhupendrasinh Chudasama) વરદ હસ્તે ટોયકાથોન-2021 નો (Toycathon-2021) શુભારંભ કરવામાં આવ્યો છે. આગામી 24 મી જૂનના રોજ ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ડિજીટલ માધ્યમ થકી ચર્ચા કરશે. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને શિક્ષણમંત્રીએ (Education Minister) આ પ્રસંગે જણાવ્યું હતું કે, ભારતીય બજારમાં 1.5 મીલીયન ડૉલરનું રમકડાં માર્કેટ છે. જેમાંથી 80% રમકડાની વિદેશમાંથી આયાત થાય છે.


આ પણ વાંચો:- રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને મળી મોટી રાહત : કોર્ટે રાજ્ય બહાર જવા મંજૂરી આપી 


આ પ્રકારના ટોયકાથોનથી આત્મનિર્ભર ભારતને વેગ મળશે અને વિદેશી આયાત ઘટશે. અધ્યક્ષ સ્થાને હાજર જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે ભાગ લઈ રહેલાં વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, જીટીયુ વિવિધ ટોય ઈન્ડસ્ટ્રીઝ સાથે મળીને  વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે હંમેશા માટે કાર્યરત રહશે.


આ પણ વાંચો:- મોડાસાના ગામડાઓમાં ચુડવેલ જીવાતનો આતંક, લોકોને શાંતિથી જમવા પણ નથી દેતી


ઉદ્ધાટન પ્રસંગે જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર , જીઆઈસી હેડ ડૉ. સંજય ચૌહાણ અને ડિઆઈસી ઈન્ચાર્જ ડૉ. એસ. કે. હડિયા ઉપસ્થિત રહ્યા હતાં. ભારત સરકારે રમકડાં ઉધોગનો વિકાસ થાય અને મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળી રહે તે અર્થે  ટોયકાથોન-2021 નું આયોજન કર્યું છે.


આ પણ વાંચો:- રથયાત્રાનો પહેલો પડાવ: આવતીકાલે નીકળનારી જળયાત્રા માટે મંદિરમાં તૈયારીઓ શરૂ


ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પણ ટોયકાથોનના આયોજનમાં સહભાગી થયેલ છે. 3 દિવસીય ટોયકાથોનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ દ્વારા રમકડાં ઉદ્યાગને લગતાં  વિવિધ પ્રોબ્લમ સ્ટેટમેન્ટ પર કાર્યરત રહીને ભારતીય સંસ્કૃતિ, ઈતિહાસ , રચનાત્મકત્તા અને  લોજીકલ વિષયો પર રમકડા નિર્માણ માટેના આઈડિયાઝ રજૂ કરાશે.


આ પણ વાંચો:- Ahmedabad: લગ્ને લગ્ને કુંવારા એક વ્યક્તિએ ત્રણ-ત્રણ મહિલાઓની જિંદગી સાથે રમત રમી, શારિરીક સંબંધ બાંધી કરાવ્યો ગર્ભપાત


શિક્ષણ મંત્રાલય દ્વારા જીટીયુને કુલ 30 ટીમો ફાળવવામાં આવી છે. જેમાંથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને  ડિજિટલ લેવલમાં 10 ટીમો ભાગ લઈ રહી છે. જ્યારે આગામી સમયમાં સામાન્ય સંજોગોમાં ફિઝીકલ મોડમાં અન્ય 20 ટીમો ભાગ લેશે.  આ ટોયકાથોનનો મુખ્ય હેતુ આજના યુવા ટેકનોક્રેટના વિચારો અને તેમની આવડતથી રમકડાં ઉદ્યોગમાં રહેલી વિવિધ સમસ્યાઓનું સમાધાન મેળવવાનું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube