મોટી દુર્ઘટના ટળી! આ લાઈન પર અકસ્માત થતા જ ટ્રેન વ્યવહાર ખોરવાયો, અનેક ટ્રેન 8 કલાક મોડી!

Surat News: સુરત-ભુસાવલ રેલવે લાઇન પર અકસ્માત થતા જ ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જલગાંવથી સુરત થઈ ગાંધીનગર ખાતે જીએનસીમાં કોલસાથી ભરેલી ગુડ્ઝના એન્જિન સહિતના 7ડબ્બા અમલનેર પાસે ટ્રેકથી ઉતરી ગયા હતા. 

મોટી દુર્ઘટના ટળી! આ લાઈન પર અકસ્માત થતા જ ટ્રેન વ્યવહાર ખોરવાયો, અનેક ટ્રેન 8 કલાક મોડી!

પ્રશાંત ઢીવરે/સુરત: મહારાષ્ટ્રના અમલનેર સર્જાયેલ રેલ અકસ્માતની ઘટનાના લીધે સુરત-ભુસાવલ રેલવે લાઇન પર અકસ્માત થતા જ ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. આજે મુંબઈ સેન્ટ્રલ પોરબંદર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. સવારે 10.20 વાગે ઉધના થી ઉપડતી ટ્રેન 8 કલાક મોડી થઈ છે. 3 ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને 9 ટ્રેનને ડાયવર્ટ કરાઇ છે. જલગાંવથી સુરત થઈ ગાંધીનગર ખાતે જીએનસીમાં કોલસાથી ભરેલી ગુડ્ઝના એન્જિન સહિતના 7ડબ્બા અમલનેર પાસે ટ્રેકથી ઉતરી ગયા હતા. 

આખી ઘટના લૂપ લાઇનથી મેઇન લાઇન પર પ્રવેશતી વખતે બનતા અપ અને ડાઉન લાઇનનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો.અકસ્માતને પગલે ઉધના, નંદુરબાર અને ભુસાવલથી તાત્કાલિક એક્સીડન્ટ રિલીફ ટ્રેન ઘટના સ્થળ પર મોકલાઇ હતી.રેલવે લાઇનથી ડબ્બા હટાવવા તથા ટ્રેકની મરામત કામગીરી તાત્કાલિક શરૂ કરાઇ હતી.

બન્ને લાઇનથી અવર- જવર કરતી અમુક ટ્રેનો રદ કરાઈ હતી.ટ્રેન મેઇન લાઇન પર પ્રવેશતી વખતે બનતા અપ અને ડાઉનલાઇનનો વ્યવહાર ખોરવાયો હતો.વૈલ્પિક માર્ગે ચલાવવામાં આવનારી ટ્રેનોમાં છપરા-સુરત સ્પેશિયલ, છપરા-સુરત તાપ્તીગંગા, દાનાપુર-ઉધના એક્સપ્રેસ, નાંદેડ-શ્રીગંગાનગર એક્સપ્રેસ સહિતની ટ્રેનો સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news