મિલકતની લાલચમાં સગો ભાઈ નાના ભાઈનો વેરી બન્યો! રહસ્ય છુપાવવા કર્યો તો કાંડ, પણ ઉંધો પડ્યો દાવ!
ભાવનગર જિલ્લાના પાલિતાનામાં આવેલી સર્વોદય સોસાયટી પાસેના મકાનમાંથી પાનબીડીનો વેપાર કરતા ભગિરથસિંહ ગોહિલની લાશ મળી આવી હતી, જે બનાવમાં તેના મોટાભાઈ મયુરસિંહ ગોહિલે જ ભાઈએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની જાણ પોલીસને કરી.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના પાલિતાણામાં મિલકતની લાલચે સગો ભાઈ બન્યો હત્યારો, નાનાભાઈ ની ગળું દબાવી કરી દીધી હત્યા, રહસ્ય છુપાવવા પોતે જ ભાઈએ ગળાફાંસો ખાધો હોવાની પોલીસને જાણ કરી, જોકે પોલીસે શંકાના આધારે ફોરેન્સિક બાદ હત્યા કરનાર સગા ભાઈને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો છે.
ભાવનગર જિલ્લાના પાલિતાનામાં આવેલી સર્વોદય સોસાયટી પાસેના મકાનમાંથી પાનબીડીનો વેપાર કરતા ભગિરથસિંહ ગોહિલની લાશ મળી આવી હતી, જે બનાવમાં તેના મોટાભાઈ મયુરસિંહ ગોહિલે જ ભાઈએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની જાણ પોલીસને કરી હતી, જેના પગલે પાલીતાણા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા મૃતક યુવાન ભગીરથસિંહના ગળા પર ગળાફાંસો ખાધો હોવાના કોઈ નિશાન નહીં દેખાતા શંકા ઉપજાવી હતી. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ, એલ.સી.બી, એસ.ઓ.જી સહિતનો પોલીસ કાફલો તપાસ માટે પાલીતાણા ખાતે દોડી ગયો હતો, તપાસ દરમ્યાન ભગિરથસિંહ ગોહિલની હત્યા કરવામાં આવી હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા મૃતદેહને ભાવનગર ફોરેન્સિક રિપોર્ટ માટે ખસેડાયો હતો.
ભાવનગર જિલ્લાના પાલિતાનામાં રહેતા મયુરસિંહ ગોહિલ અને ભગિરથસિંહ ગોહિલ બંને સગા ભાઈઓ હતા, થોડા વર્ષો પહેલા તેની માતાનું બીમારી સબબ અવસાન થયું હતું, અને ત્યાર બાદ એક વર્ષ પહેલાં પિતા બટુકસિંહ ગોહિલનું પણ અવસાન થયું હતું, પિતાના અવસાન બાદ બંને ભાઈઓ વચ્ચે મિલકતને લઈને વારંવાર ઝઘડા થતા હતા, જેમાં તેઓના પરિવાર દ્વારા હજુ પંદર દિવસ પહેલા જ બંને ભાઈઓને સમજાવી મિલકતના ભાગલા પાડી દેવામાં આવ્યા હતા, પરંતુ ત્યાર બાદ એક દિવસ પૂર્વે ભગિરથસિંહ ગોહિલનો તેના જ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેની તપાસ દરમ્યાન ભગિરથસિંહ ગોહિલની હત્યા કરાઈ હોવાની શંકાને લઈને પોલીસે ફોરેન્સિક રિપોર્ટ કરાવતા તેની ગળું દબાવીને હત્યાં કરાઈ હોવાનું પુરવાર થયું હતું, જે મામલે પોલીસને બનાવ અંગેની જાણ કરનાર મયુરસિંહ ગોહિલની ઉલટ તપાસ કરતા મિલકતને લઈને ચાલી રહેલા ઝઘડામાં તેણે જ નાનાભાઈ ભગિરથસિંહ ગોહિલની ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરતા પાલીતાણા ટાઉન પોલીસે તેની ધરપકડ કરી હતી.
પાલીતાણાની સર્વોદય સોસાયટી ખાતે રહેતો મયુરસિંહ બટુકસિંહ ગોહિલ ટી.આર.બી જવાન તરીકે નોકરી કરતો હતો, જ્યારે ભગિરથસિંહ ગોહિલ સર્વોદય સોસાયટી નજીક આવેલા મકાનમાં રહેતો હતો, ભગિરથસિંહ ગોહિલને જન્મજાત વિકલાંગતા હતી, જેના કારણે ઘર નજીક દુકાનમાં પાનબીડીનો વેપાર કરતો હતો, પિતાના અવસાન બાદ મિલકતને લઈને મયુરસિંહ અને ભગિરથસિંહ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા, પરિવારના લોકોએ ઝઘડો નિપટાવવા પંદર દિવસ પહેલા જ સમજાવટ બાદ બંને ભાઈઓ વચ્ચે મિલકતના ભાગ પાડી દીધા હતા, પરંતુ મનમાં કચાશ રહી જતા, ગઈકાલે મયુરસિંહ ગોહિલ તેના નાનાભાઈ ભગિરથસિંહ ગોહિલના ઘરે પહોંચ્યો હતો, જ્યાં બંને ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા મયુરસિંહે ભગિરથસિંહ ને ધક્કો મારી પછાડી દઈ બાદમાં ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી, અને ત્યાર બાદ પોલીસને ગેરમાર્ગે દોરવા અને મોતનું રહસ્ય છુપાવવા પોતેજ પોલીસને ફોન કરી નાનાભાઈ ભગિરથસિંહ ગોહિલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની જાણ કરી હતી, જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ બાદ શંકાના આધારે ફોરેન્સિક રિપોર્ટ કરાવતા ભાંડો ફૂટી ગયો હતો, હાલ પોલીસે ટી.આર.બી જવાન તરીકે ફરજ બજાવતા મયુરસિંહ ગોહિલની સગા નાનાભાઈ ની હત્યા કરવાના ગુન્હામાં ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
ભગિરથસિંહ ગોહિલની હત્યા થઈ હોવાનું પુરવાર થયા બાદ તેના પરિવાર માંથી એકપણ વ્યક્તિ ફરિયાદ માટે આગળ નહીં આવતા તટસ્થ ન્યાય અપાવવાના હેતુથી પોલીસ પોતેજ હત્યા મામલે ફરિયાદી બની છે, જેમાં પોલીસે ટી.આર.બી જવાન મયુરસિંહ ગોહિલ સામે પાલીતાણા ટાઉન પોલીસમાં હત્યાનો ગુન્હો નોંધાવતા પોલીસ દ્વારા ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે